સુપ્રિયા લાઇફસાયન્સનો IPO 16 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે
સુપ્રિયા લાઇફસાયન્સ લિમિટેડની ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ કંપનીના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) રૂ. 265થી રૂ. 274 નક્કી થઈ છે
મુંબઈ, સુપ્રિયા લાઇફસાયન્સ લિમિટેડ (“કંપની”)16 ડિસેમ્બર, 2021ના રોજ એના આઇપીઓ સાથે સંબંધિત બિડ/ઓફર ખુલ્લી મૂકશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 265થી રૂ. 274 નક્કી થઈ છે. બિડ લઘુતમ 54 ઇક્વિટી શેર અને પછી 54 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
કંપનીએ આઇપીઓ મારફતે રૂ. 7000 મિલિયનનું ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે. ઓફરમાં કંપની દ્વારા રૂ. 2000 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને શ્રી સતિશ વામન વાઘ (“પ્રમોટર વિક્રેતા શેરધારક”) દ્વારા રૂ. 5000 મિલિયન સુધીના કુલ વેચાણ માટેની ઓફર સામેલ છે (ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે “વેચાણ માટેની ઓફર”, “ઓફર”).
આ ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ) રેગ્યુલેશન્સ, 2018, જેમાં થયેલા સંશોધન સાથે (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957,
જેમાં થયેલા સંશોધન મુજબ (“એસસીઆરઆર”)ના નિયમ 19(2)(બી)ની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવી છે. આ ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(2) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (“QIB પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જેમાં શરત એ છે કે, અમારી કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારક BRLMs સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર રોકાણકાર પોર્શન”). એન્કર રોકાણકાર પોર્શનનો એક-તૃતિયાંશ કે 33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જેમાં શરત એ છે કે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારની ફાળવણી કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળશે.
ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરશે,
જે માન્ય બિડ ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર મળવાને આધિન છે. સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે જો ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો અમારી કંપની દ્વારા બિડની રકમ રિફંડ કરવામાં આવશે.
ઉપરાંત ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સ અને મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
એન્કર રોકાણકારો સિવાય તમામ બિડર્સને ઓફરમાં સહભાગી થવા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયાનું પાલન કરવું પડશે, જે માટે તેમના સંબંધિત ASBA એકાઉન્ટની વિગત આપવી પડશે, જે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) કે યુપીઆઈ વ્યવસ્થા દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા એન્કર રોકાણકાર પોર્શનમાં સહભાગી થવાની છૂટ નથી.
વધારે જાણકારી મેળવવા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 314 પર “ઓફર ઇન્ફોર્મેશન”ની શરૂઆત જુઓ.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.
ઓફરની બુક રનિંગ લીડ મેનેજર્સ છે – આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ.