સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ એન. વી. રમનાએ એક વિદ્યાર્થીના નાનકડા પત્રને જાહેરહિતની અરજી તરીકે દાખલ કરી સમગ્ર ન્યાયક્ષેત્ર માટે મહાન ઉદાહરણ પૂરું પાડ્યું છે!

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બી.જે. દિવાન પણ ‘એક પોસ્ટકાર્ડ’ લખનારને ન્યાય આપીને ન્યાયધર્મ અદા કરતા હતા!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે.જ્યારે ડાબી બાજુ ની તસ્વીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બી. જે. દીવાની છે! તેઓ ન્યાયાધીશ તરીકે પોતાની ફરજ નિભાવતા હતા ત્યારે તેઓ લોકોની સમસ્યાઓ પ્રત્યે અભૂતપૂર્વ કર્મશીલ હતા.
ગુજરાતના કોઇપણ ખુણેથી કોઈ નાગરિક સાદૂ પોસ્ટકાર્ડ લખે તો તેના ગુણદોષ પર ગંભીરતાથી ર્નિણય લઈને ‘સાદા પોસ્ટકાર્ડ’ ને રિટપીટીશન તરીકે દાખલ કરીને અનેક હુકમો કરેલા છે! આજ તો ‘ન્યાયધર્મ’ની અગત્યતા અને વિશેષતા છે!
જ્યારે બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે જમણી બાજુ ની તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમનાની છે! ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન.વી.રમના ભારતને નાગરિક હક્કોનું જતન કરતો વિશ્વના દેશો માટે પ્રેરણાત્મક દેશ બનાવવા ના વિચારો અભિવ્યક્ત કરનારા મહાન ન્યાયાધીશ છે!
જસ્ટિસ શ્રી એન.વી.રમનાના એ ‘ન્યાયધર્મ’ની મહત્વપૂર્ણ વ્યાખ્યા કરતા તેમણે એકવાર કહ્યું હતું કે ‘માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ રૂલ ઓફ લો ના ત્રણ મહત્વપૂર્ણ મૂલ્યો છે’! આજ કાયદાનું શાસન છે અને લોકશાહીનો આધારસ્તંભ પણ છે!
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ ન્યાયમંદિરમાં બિરાજતા ન્યાયાધીશ એ બીજા નંબરના ભગવાન છે એ આદર્શને પણ પ્રસ્થાપિત કરતાં એક સ્કૂલની વિદ્યાર્થિની ના પત્ર ને જાહેર હિતની રીટપીટીશનમાં તબદીલ કરી છે! વિદ્યાર્થીની એ સુપ્રીમ કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની પત્ર લખી માગણી કરી હતી!!
આ ઘટનાને સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી સરેને આ ઘટનાના સંદર્ભે ચીફ જસ્ટિસ એન.વી.રમના ને સોનાનું હૃદય ધરાવતા વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા! સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમના. ના નેતૃત્વ હેઠળની કોલેજીયમે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની એકસાથે ૯ જગ્યાની ભરતી કરાવી એ કોઈ નાની વાત નથી પોતાના જીવન આદર્શ પર અડગ રહેતા ન્યાયાધીશોની નિયુક્તિ જ નહીં ન્યાયાધીશોની સુરક્ષાની વાત પણ તેમણે મજબૂતાઈથી મૂકી છે!
અને સી.બી.આઈ જેવી મહત્વપૂર્ણ તપાસ સંસ્થા ની કાર્યપદ્ધતિ માં આમૂલ પરિવર્તન માટે ના દ્રષ્ટિકોણ સાથે આગળ વધી કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે તેવી આશા પણ બંધાઈ છે! દેશના તમામ ન્યાયાધીશો જાે ચીફ જસ્ટિસ એન.વી.રમના ને અનુસરે તો ભારતનો ઈતિહાસ બદલી શકાશે એવી શ્રદ્ધા છે! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કયું છે કે ‘‘શ્રી પરમેશ્વરે ‘જીવન’ અને ‘સ્વતંત્રતા’ બંને સાથે જ આપ્યા છે’’!! જ્યારે પૉલેન્ડના પ્રમુખ શાંતિ માટેના નોબેલ વિજેતા લોચ વાલેસા એ કહ્યું છે કે ‘‘સ્વતંત્રતા માટે ભલે કિંમત ચૂકવવી પડી હોય, વાસ્તવમાં એ અમૂલ્ય હોય છે
માટે ‘મસ્તક’ હંમેશાં ઊંચું રાખો’’!! દેશની હાઇકોર્ટોના ન્યાયાધીશોએ અને સુપ્રીમકોર્ટના ન્યાયાધીશો એ દેશના બંધારણીય મૂલ્યો નું મસ્તક અનેક ચુકાદાઓ દ્વારા ઊંચું રાખ્યું છે! તથા લોકશાહી અને માનવ અધિકારોની પણ રક્ષા કરી છે સુપ્રીમકોર્ટે એસ.પી. ગુપ્તા વી પ્રેસીડેન્ટ ઓફ ઇન્ડિયા કેસમાં એવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે,
જાહેર જનતાનો સભ્ય એવો કોઈ પણ માણસ ભલે તે પ્રત્યક્ષ પણે સંડોવાયેલો ન હોય તો પણ તેને ‘પૂરતું હિત’ હોય તો આર્ટીકલ ૨૨૬ હાઇકોર્ટ સમક્ષ ઘા નાંખી શકે છે અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ દાદ માગી શકે છે! આ ઉપરાંત પણ હાઇકોર્ટ સમક્ષ તથા સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ સમસ્યા ધ્યાનમાં રાખી કોઈ એક પત્ર થી પણ રજૂઆત કરે તો અદાલત એ પત્રને રિટપિટિશન ગણીને યોગ્ય લાગે તો હુકમ કરી શકે છે!
આ મહાન પરંપરા જાળવવામાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બી.જે. દિવાન નું નામ મોખરે છે અને હવે બીજું નામ ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાનું છે! જેમણે ન્યાયધર્મના પ્રત્યેક દૃષ્ટિકોણને હૃદયની મહાન સંવેદના સાથે જાેડીને ન્યાયતંત્ર નો અમર ઇતિહાસ લખવા પ્રયત્ન કર્યો છે!