સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમના ૨૬મી ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ….
જસ્ટીસ યુ.યુ.લલિત, જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ બી.આર.નાગરતના, જસ્ટીસ જે. બી. પારડીવાલા સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે?!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબી બાજુની તસવીર સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની છે જેઓ ૨૬ ઓગસ્ટ નિવૃત થઈ રહ્યા છે અને તેમના સાથે સુપ્રીમકોર્ટ ના જસ્ટીસ યુ.યુ.લલિત મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાનો પદભાર સંભાળશે!
તેઓ મુખ્ય ન્યાયાધીશ બનશે તો તેમનો કાર્યકાળ ટૂંકો હશે તેઓ ૮મી નવેમ્બરે નિવૃત થશે! જસ્ટીસ શ્રી યુ.યુ.લલિત ૯ મિ નવેમ્બર ૧૯૫૭ ના રોજ જન્મેલા ત્યારબાદ ૧૯૮૩ માં એડવોકેટ તરીકે કારકિર્દીશરૂ કરી હતી તેમણે મુંબઈ હાઇકોર્ટ માં, સુપ્રીમકોર્ટ માં વકીલાત કરી હતી!
જસ્ટીસ યુ.યુ.લલિત બાર કાઉન્સિલ માથી સીધા ન્યાયાયાધીશ બન્યા હતા તેમણે અનેક ચુકાદો આપ્યા છે ત્રીજી તસ્વીર ધનંજયભાઈ ચંદ્રચુડની છે તેઓ ૫૦ માં ન્યાયાધીશ બનશે તેઓ પ્રગતિશીલ બંધારણવાદ ના પ્રણેતા અને વ્યક્તિ સ્વતંત્ર ના સમર્થક ન્યાયાયાધીશ છે ચોથી તસ્વીર બી.વી.નાગરતના ની છે
તેઓ સુપ્રીમકોર્ટ ના મુખ્ય ન્યાયામૂર્તિ બનશે તેમનો કાર્યકાળ પણ લાંબો હશે!! સુપ્રીમકોર્ટ ના જસ્ટીસ જમશેદભાઈ પારડીવાલા નો ચીફ જસ્ટીસ તરીકે નો કાર્યકાળ લાંબો રહેશે સુપ્રીમકોર્ટ ના ન્યાયાધીશોએ દેશના બંધારણીય મુલ્યો, માનવ અધિકારનું સમર્થન કરી ને નૈતિક અધપતનપર બ્રેક મારવામાં અગ્રેસર રહ્યા છે!
જયારે નીચેની તસ્વીર હવે પછી ની નવી કોલેજીયમના ન્યાયાધીશો ની છે જે હવે કોલેજીયમ નું નેતૃત્વ કરશે! હમેશા સીનીયર ન્યાયાધીશો કોલેજીયમ નું નેતૃત્વ કરશે! તસ્વીર માં ડાબી બાજુ થી જસ્ટીસ શ્રી યુ.યુ.લલિત,જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી એસ.કે.કોલ, જસ્ટીસ શ્રી અબ્દુલ નજીર, જસ્ટીસ શ્રી ઇન્દિરા બેનર્જી કરશે અને સપ્ટેમ્બર માં નિવૃત થશે
કોલેજીયમ માં જસ્ટીસ શ્રી કે.એમ.જાેસેફ નું આગમન થશે!! અત્રે એ નોંધનીય છે કે જસ્ટીસ શ્રી કે.એમ,જાેસેફ ને સુપ્રીમકોર્ટ ના ન્યાયાધીશ બનાવવા કોલેજીયમે ભલામણ કરી ત્યારે કેન્દ્ર ના કાયદા મંત્રાલયે અડચણ ઉભી કર્યા બાદ અંતે કોલેજીયમની દરખાસ્ત સ્વીકારવી પડી હતી! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
સુપ્રીમકોર્ટની કોલેજીયનનું નેતૃત્વ હવે જસ્ટીસ યુ.યુ.લલિત, જસ્ટીસ એસ.કે કોલ, જસ્ટિસ અબ્દુલ નાઝીર, જસ્ટીસ ઇન્દિરા બેનર્જી ત્યારબાદ જસ્ટીસ કે.એમ.જાેસેફ સ્થાન પામશે!
અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને કહ્યું છે કે “લોકશાહી એ મુરજાઇ જાય એવું પુષ્પ નથી, પરંતુ તેને સીચવું તો પડે જ”!! જ્યારે અમેરિકાના પ્રમુખ એડલઇ ઈ સ્તીવન્સે “પ્રત્યે વ્યક્તિને અધિકાર છે કે તેનો સાંભળવામાં આવે કોઈ એકના અવાજને આધારે લોકતંત્રના ગળે ફાસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી”!!
આ હકીકતને ધ્યાનમાં રાખીને ભારતમાં બંધારણની કલમ ૧૨૪ માં દેશના મુખ્યન્યાયમૂર્તિ સહિત અન્ય ૭ ન્યાયમૂર્તિ શ્રી ની નિયતિની જાેગવાઈ બાદ આજે તેમાં વધારો કરાયો છે આજે સુપ્રીમકોર્ટમાં ૩૦ જેટલા ન્યાયાધીશો છે ભારતની સુપ્રીમકોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ શ્રી રમના ૨૬મી ઓગસ્ટના નિવૃત્ત થયા બાદ ભારતના ૪૯ માં ન્યાયમૂર્તિ તરીકે જસ્ટીસ યુ.યુ.લલિત બનશે એવું આધારભૂત વતૃળો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે