સુપ્રીમકોર્ટમાં નિયુક્ત થયેલા ન્યાયાધીશો હવે દેશના ‘‘ન્યાય ધર્મ’’નો ઈતિહાસ લખશે!!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/3108-ah-4-1024x512.jpg)
‘‘ન્યાયધર્મ’’ના રખેવાળો સર્વોચ્ચતાના શિખરે!!
સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થયેલા જસ્ટીસ શ્રી વિક્રમનાથ અલ્હાબાદ થી! બેલાબેન ત્રિવેદી ગુજરાત થી! હીમાબેન કોહલી દિલ્હી હાઇકોર્ટ થી! બી.વી.નગરત્ના (મહિલા જજ) કર્ણાટક બેંગ્લોર થી! શ્રી જે.કે મહેશ્વરી મધ્યપ્રદેશ ગ્વાલિયર થી! કારકિર્દીની શરૂઆત કરી સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે !
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી ભારતમાં પોતાનું બંધારણ અમલમાં આવતાની સાથે જ બંધારણની કલમ ૧૨૪ હેઠળ દેશમાં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી ત્યારથી આજદિન સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને ભૂમિકા બંધારણવાદ ની ભાવના સાથે સુસંગત રહી છે.
તસવીરમાં ડાબી બાજુથી ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ ની છે તેઓની ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા ગુજરાત માટે એ ગૌરવ ની ક્ષણ છે.
જસ્ટિસ વિક્રમનાથ નો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદના થયો હતો અલ્હાબાદમાં જ તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી આંધ્ર પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમને કેન્દ્ર સરકારે મંજુરી નહીં આપતા ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ થઈ હતી તેઓએ દેશના બંધારણના રખેવાળ તરીકે અને માનવ અધિકારના રક્ષક તરીકે ધર્મ અદા કરીને અનેક ચુકાદાઓ આપ્યા છે
ડાબી બાજુ થી બીજા ક્રમે જસ્ટીસ શ્રી બેલાબેન ત્રિવેદીની છે તેઓની ભારતના સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા ગુજરાત માટે ગૌરવની અને ખુશીની વાત છે બેલાબેન ત્રીવેદી તારીખ ૦૯-૦૨-૨૦૧૬ માં ગુજરાત હાઈકોર્ટ ના જજ તરીકે નિયુક્ત થયા તે પૂર્વે તેઓ અમદાવાદ શહેરની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ ના ન્યાયાધીશ હતા તારીખ ૧૭-૦૨-૨૦૧૧ થી તારીખ ૨૭-૦૬-૨૦૨૧ સુધી રાજસ્થાન હાઈકોર્ટમાં નિયુક્ત થયા હતા હવે તેઓની ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તી થઈ છે!
તેલંગણા હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ હિમા કોહલી દિલ્હીથી અભ્યાસ કરી કાયદા ક્ષેત્રે વિદ્વતા પ્રાપ્ત કરી હતી તારીખ ૨૯-૦૬-૨૦૦૬ થી દિલ્હી હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા બાદ ૨૯ ઓગસ્ટ ૨૦૦૭થી કાયમી ન્યાયાધીશ બન્યા હતા
૨૦૧૯માં તેઓની આંધ્રપ્રદેશ હાઇકોર્ટ ના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા બાદ તેઓ તેલંગણા હાઇકોર્ટ ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા હતા અને હવે જસ્ટિસ હિમા કોહલીની સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તી થઈ છે તે દેશ માટે ગૌરવની વાત છે કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્ના ૧૯૮૭માં કર્ણાટકના બેંગ્લોર થી વકીલાતક્ષેત્રની શરૂઆત કરી હતી
આધારભૂત મળેલી માહિતી મુજબ તેઓ જસ્ટિસ શ્રી ઇ. એસ. વૈંકટરમૈયા ના દીકરી છે જસ્ટિસ બી.વી.નાગરત્નાન ૨૦૦૮માં કર્ણાટક હાઈકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થયા થઈ હતી અને ફેબ્રુઆરી ૨૦૧૦માં તેઓની કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ હતી જસ્ટિસ બી.વી.નાગરત્નાની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થતા તેઓ ૨૦૨૭ માં ભારતની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે તે સમગ્ર દેશની મહિલાઓ માટે ગૌરવની ક્ષણ છે
સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જે કે મહેશ્વરીની ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તી થઈ છે તેમનો ૨૯ જૂન ૧૯૬૧માં જન્મ થયો હતો આંધ્ર પ્રદેશના હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી છે તેઓનો મધ્યપ્રદેશના જોહરા ગામમાં જન્મ થયો હતો મધ્યપ્રદેશ ના ગ્વાલિયર માં તેમણે વકીલાત કરી છે સિક્કિમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જે કે મહેશ્વરીની ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા દેશ માટે ગૌરવની વાત બની છે
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.ઓકાની ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તી થઈ છે તેમનો જન્મ 25-5-1960 માં થયો હતો ૨૯-૧૦-૨૦૦૩ થી ૯-૫-૨૦૧૯ સુધી તેમણે મુંબઈ હાઇકોર્ટ ના જજ સેવા આપી હતી ૧૦-૫-૨૦૧૯ થી તેઓ કર્ણાટક હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયધીશ તરીકે સેવા આપી રહ્યા છે કેરલ હાઇકોર્ટ ના જસ્ટિસ સી.ટી.રવિકુમારની ૫-૧-૨૦૦૯ ના રોજ અડિશનલ જજ ર્તરિકે નિયુક્તિ થઈ હતી અને ૧૫-૧૨-૨૦૧૦ કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી હવે જસ્ટિસ સી.ટી.રવિકુમારની સુપ્રિમકોર્ટ ના જસ્ટિસ તરીકે નિયુક્ત થતાં દેશ માટે ગૌરવ ની વાત છે
જસ્ટિસ એમ. એમ.સુંદરેશ ૨૧-૦૭-૧૯૬૨ ના રોજ જન્મ થયો હતો તેઓ મદ્રાસ હાઇકોર્ટ ના ત્રીજા સિનિયર જજ બન્યા હતા તેઓ એ ૧૯૮૫ માં વકીલાત શરૂ કરી હતી મદ્રાસ લો કોલેજ માથી તેમણે બેચલર ઓફ લો ની ડિગ્રી પ્રાપ્ત કરી.સુપ્રિમકોર્ટ ના સિનિયર એડવોકેટ શ્રી પી.એસ.નરસિંમ્હા ની સુપ્રિમકોર્ટ ના જસ્ટિસ તરીકે નિયુક્તિ થઈ છે તેમનો જન્મ ૧૯૬૩ માં મે મહિના માં થયો હતો તેઓની અનેક કેસો માં મહત્વ ની ભૂમિકા રહી છે તેઓશ્રી ને ૨૦૧૪ અધિક સોલિસિટરજનરલ તરીકે નિયુક્ત થયા હતા
અને ૨૦૧૮ માં આ હોદ્દો તેમણે છોડી દિધો હતો દેશના અયોધ્યા કેસ માં તેમની ઐતિહાસિક ભૂમિકા હતી બી.સી.સી.આઈ ક્રિકેટ બોર્ડ ના કેસમાં કોર્ટ ના સલાહકાર તરીકે સેવા આપી હતી ઇટાલિયન મેરિન્સ કેસમાં તેઓ અદાલત સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા ૨૦૧૯ થી ૨૦૨૦ સુધી સુપ્રિમકોર્ટ ના વરિષ્ઠ ધારાશાત્રી તરીકે સેવા આપી હતી શ્રી પી.એસ.નરસિંમ્હા ની સુપ્રિમકોર્ટ ના જસ્ટિસ તરીકે નિયુક્તિ થતાં તે દેશ માટે ગૌરવ ની વાત છે
અત્રે એ નોંધનીય છે કે વિલિયમ કલબર્ટસન નામના વિચારકે કહ્યું છે કે ‘‘ઉપકાર માનો કે તમારે જોઈતા ઉતરો કરતા પરમેશ્વરે વાળેલા ઉત્તર વધુ શાણપણ ભર્યા હોય છે’’!! આ જ રીતે જોઇએ તો અનેક કેસોમાં ન્યાયાધીશો ચુકાદો આપે છે કે ઘણા શાણપણ ભર્યા હોય છે પરંતુ ક્યારેક દેશના સત્તાધીશો, વહીવટ કર્તાઓ સમજી શકતા નથી!! તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા
જાણીતા તત્વચિંતક જ્યોર્જ મેરિડિથે કહ્યું છે કે ‘‘પ્રાર્થના માંથી ઉભા થયા પછી જે વધારે ઉમદા માનવી બને તો સમજવું કે તેની પ્રાર્થના ખરેખર ફળી છે’’!! દેશમાં ન્યાયાધીશ તરીકે ઉમદા સેવા આપનાર ન્યાયાધીશો નીડર, માનવતાવાદી, સક્ષમ અને કર્મશીલ હોય તો દુનિયામાં તેઓ બીજા નંબરના ભગવાન તરીકે પૂજાય છે
દેશભરના વરિષ્ઠ ન્યાયાધીશો અને સક્ષમ ન્યાયાધીશોની સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ છે અને આથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૪ સુધી પહોંચી ગઇ હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે દેશની સુપ્રીમ કોર્ટમાં પણ અનેક કેસો પેન્ડિંગ છે તે જોતા લાગે છે કે હવે ઝડપથી કેસોનો નિકાલ થશે એવી આશા બંધાય છે!