સુપ્રીમકોર્ટમાં પહોંચેલા ‘હિજાબ’ પહેરવાનો મુદ્દો ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં જાેવાશે?
કર્ણાટક હાઇકોર્ટ થી ભારતની સુપ્રીમકોર્ટમાં પહોંચેલા ‘હિજાબ’ પહેરવાનો મુદ્દો ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં જાેવાશે કે પછી વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર પર સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદા ના સંદર્ભમાં મૂલ્યાંકન થશે?!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબી બાજુની ઈનસેટ તસવીર ભારતની સર્વોચ્ચ અદાલતના જજ શ્રી એન.વી.રમના, જસ્ટીસ શ્રી એ.એસ.બોપન્ના, જસ્ટીસ હિમાબેન કોહલીની છે ૨૪ માર્ચ ૨૦૨૨ ના રોજ હિજાબ કેસમાં હાઈકોર્ટના ચુકાદા પર સુનાવણી કરશે એવું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે
૨૪ માર્ચે આ કેસની સુનાવણી હાથ ધરાશે ત્યારે હવે સુપ્રીમકોર્ટ હિજાબ ના મુદ્દા પર સર્વગ્રાહી અવલોકન કરશે? હિજાબ ઇસ્લામનો ભાગ છે કે નહીં એ તપાસશે? કે સાથે રાઈટ ટુ પ્રાઈવેસી એટલે કે વ્યક્તિગત ગુપ્તા સાથે આ મુદ્દાને જાેડીને બંધારણની કલમ ૨૧ સાથે કર્ણાટક સરકાર ના ર્નિણય નું મૂલ્યાંકન થશે?
અહી મહત્વના બે મુદ્દા છે કેન્દ્રીય વિદ્યાલય માં કેન્દ્ર સરકારના શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ ને મંજૂરી છે! બીજાે મુદ્દો એ છે કે મુસ્લિમ યુવતીઓ ક્લાસ રૂમમાં હિજાબ પહેરવાની વાત કરતી નથી ફક્ત ઘરથી શાળા સુધી પહેરીને શાળામાં સ્કૂલ ડ્રેસ પહેરવાની વાત કરે છે!
ત્યારે કર્ણાટક સરકારે ઊભો કરેલો હિજાબ નો મુદ્દો રાજકીય સત્તા માટે ધ્રુવીકરણ નો ભાગ છે કે શું ભારતની સુપ્રીમકોર્ટે આ મુદ્દાને ઈસ્લામિક ધર્મ સાથે જાેડયા વીના ૨૦૧૭ માં સુપ્રીમ કોર્ટે આપેલો બંધારણની કલમ ૨૧ હેઠળ વ્યક્તિગત ગુપ્તા ના ચુકાદા સાથે મુલ્યાંકન કરશે?
હિજાબ સ્કુલ સુધી પહેરવાના મુદ્દાને કાયદેસરની માન્યતા મળી શકશે કારણ કે ૨૦૧૭માં સુપ્રીમકોર્ટના જસ્ટીસશ્રી જે.એસ.ખેહરના વડપણ હેઠળ આપેલાં ન્યાયાધીશોને ચુકાદો નજર અંદાજ કરી શકાય નહીં ન્યાયમૂર્તિ શ્રી જે ચેલ્મેશ્વરેએ કહ્યું હતું કે ‘કોણે શું ખાવું અને શું પહેરવું અને સરકાર નક્કી કરી શકે નહીં એટલું જ નહીં’
તેમને ત્યાં સુધી ચૂકાદામાં કહ્યું હતું કે ‘કોઇ સ્ત્રી બાળકને જન્મ આપવા માગતી હોય કે તેનો ગર્ભપાત કરાવા માગતી હોય તો તેનો મૌલિક અધિકાર છે’ પણ કહ્યું છે કે બંધારણ એ જીવન કે સ્વતંત્રતા નથી આવતું કે જે વ્યક્તિ સ્વાતંત્ર પા તરાપ માંરવાનો કોઈને અધિકાર નથી ત્યારે હવે હિજાબ ના મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કરે છે એ જાેવાનું રહે છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
કર્ણાટકની મુસ્લિમ વિદ્યાર્થિનીઓ કેન્દ્રીય સ્કુલ માં હિજાબ પહેરી જઈ શકે છે?! તો પછી કર્ણાટક સરકારે આ મુદ્દે કેન્દ્રથી અલગ વ્યૂહ કેમ લીધો? અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓ સ્કૂલ જતા સુધી હિજાબ પહેરે છે, ક્લાસરૂમમાં ડ્રેસ પહેરી બેસે છે ત્યારે આ મુદ્દો રાજકીય ધ્રુવીકરણ માટે ઉઠાવાયો છે?!
એક માનવીની સંમતિ વગર તેના પર શાસન કરવાનો હક કોઈને ક્યારેય ન હોઈ શકે – અબ્રાહમ લિંકન
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘‘એક માનવીની સંમતિ વગર તેના પર શાસન કરવાનો હક બીજા કોઈ માનવીને ક્યારેય ન હોઈ શકે’’!! જ્યારે ખલીલ જિબ્રાને કહ્યું છે કે ‘‘શરીર એ આત્માની સિતાર છે હવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સૂર કાઢવા’’!!
કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ઋતુરાજ અવસ્થી, જસ્ટીસ જે.એમ ખાજી, જસ્ટીસ શ્રી કૃષ્ણ એમ. દીક્ષિત ની બનેલી ખંડપીઠે કર્ણાટક સરકારે સરકારી શૈક્ષણિક સંસ્થામાં હિજાબ પહેરીને નહિ આવવા પર પ્રતિબંધ ફરમાવતા સર્જાયેલા વિવાદ પર આપેલા ચુકાદામાં દર્શાવ્યું છે કે હિજાબ ઇસ્લામ ધર્મનો ભાગ ન હોય હિજાબ સ્કૂલમાં પહેરવા પર પ્રતિબંધ ફરમાવતો સ્પષ્ટ ચુકાદો જાહેર કરાતા આ મુદ્દો હવે ભારતની સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે હવે દેશની સર્વોચ્ચ અદાલત શું તારણ કાઢે છે શું છે તે જાેવાનું રહે છે