સુપ્રીમના જજની નુપૂર શર્મા પર ટિપ્પણી પર દેશના ૧૧૭ ગણમાન્ય નાગરિકોનો CJI ને પત્ર
નવી દિલ્હી , નુપુર શર્માની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીઓને લઈને વિવાદ ચાલુ છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીઓ વિરુદ્ધ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને હજારો પત્ર મોકલાઈ રહ્યા છે. હવે દેશના ૧૧૭ ગણમાન્ય નાગરિકોએ સીજેઆઈને પત્ર લખીને જજની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે.
દેશના અમુક હાઈકોર્ટના પૂર્વ જજ, અમલદાર, સૈન્ય અધિકારી અને બુદ્ધિજીવીઓએ ચીફ જસ્ટિસ એનવી રમણને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્ર લખનારમાં હાઈકોર્ટના પૂર્વ જજ, પૂર્વ ડીજીપી, સીબીઆઈ ડાયરેક્ટર, રાજદૂત જેવા ૭૭ પૂર્વ અમલદાર અને સેનાના ૨૫ પૂર્વ અધિકારી સામેલ છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે લોકો કોર્ટની ટિપ્પણી પર સ્તબ્ધ છે.
અલગ અલગ રાજ્યો અને શહેરોમાં નોંધાયેલી એફઆઈઆરને એક સાથે જાેડવા અને એક સાથે સુનાવણી કરવાની અરજી કરવી કોઈ પણ નાગરિકનો કાયદાકીય અધિકાર છે. એક જ ગુનામાં ઘણી વખત સજા થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે કારણ વિના અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો અને અરજીના સંદર્ભમાં કરેલી ટિપ્પણીઓ વાહિયાત હતી.
પત્રમાં આ લોકોએ અગિયાર મુદ્દા પર કોર્ટની ટિપ્પણીઓની ટીકા કરી છે.
પત્ર પર હસ્તાક્ષર કરનાર લોકોએ કોર્ટની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ અને ન્યાયિક નીતિશાસ્ત્ર અને સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવી છે. તેમણે કહ્યુ કે નુપુર શર્મા ન્યાયિક પ્રક્રિયા અને પોતાના અધિકારો હેઠળ સંરક્ષણ અને રાહત માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા હતા. પરંતુ અરજીના આધાર અને પ્રાર્થનાઓ સાથે બેન્ચની ટિપ્પણીઓ ક્યાંય મેળ ખાતી જાેવા મળી નહીં.
ખુલ્લા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે જાે તે ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાંતો અનુસાર હતી તો આદેશમાં તેમનો ઉલ્લેખ કેમ નથી. આદેશ અનુસાર તો લાગે છે કે નુપુર શર્માને ન્યાયિક રાહત મેળવવાના અધિકારની મનાઈ જ કરાઈ છે. આ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધ છે. કોર્ટની ટિપ્પણીઓથી એ છબી બની કે દેશમાં જે કંઈ થયુ તે માટે નુપુર શર્મા જ જવાબદાર છે.
કોર્ટની સામે દાખલ અરજીમાં એ મુદ્દો જ નહોતો કે તેઓ દોષી છે કે નહીં પરંતુ કોર્ટે ટિપ્પણીઓ દ્વારા ટ્રાયલ પૂરી કર્યા વિના ર્નિણય સંભળાવી દીધો કે નુપુર શર્મા દોષી છે. ન્યાયિક પ્રક્રિયા સાથે જાેડાયેલા લોકો કોર્ટની ટિપ્પણીઓથી આઘાતમાં છે કેમ કે બેંચની ટિપ્પણીઓ અનુસાર તો એફઆઈઆર નોંધાયા બાદ ધરપકડ જરૂરી છે. એટલુ જ નહીં આ પત્રમાં બેંચની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ અને ન્યાયિક સિસ્ટમ પર કલંક ગણાવાઈ છે. આ લોકતાંત્રિક મૂલ્યોને પણ નુકસાન પહોંચાડનારી છે. આને તેને અવગણી શકાય નહીં. આવી ટિપ્પણીઓ પાછી ખેંચી લેવી જાેઈએ.SS2KP