સુપ્રીમને ટાંકીને રાહુલ ગાંધીએ કરેલું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ
નવી દિલ્હી : રફાલ સોદામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી આ દરમિયાનમાં સુપ્રીમ કોર્ટે કેટલીક ટીપ્પણીઓ કરી હતી જેને લઈ કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ ઉગ્ર આક્ષેપો કરી ચોકીદાર ચોર છે તેવુ નિવેદન કર્યું હતું
જેની વિરોધમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાકે તે સમયે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી પરંતુ આ માફીની સામે પણ ભાજપના અગ્રણી મીનાક્ષી લેખી રિવ્યુ પીટીશન કરી રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આ રિવ્યુ પીટીશન પર પણ આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા રાહુલ ગાંધીના આ નિવેદનની ઉગ્ર ટીકા કરી હતી પરંતુ તેમની બીનશરતી માફીને પણ મંજુર રાખવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ સુપ્રીમકોર્ટને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ આક્ષેપો કર્યાં હતા જેના વિરોધમાં માનભંગની ફરિયાદ નોંધાઈ હતી આ અંગે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી સુપ્રીમ કોર્ટના કડક વલણના પગલે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં આ નિવેદન બદલ માફી માંગી હતી પરંતુ માફીની સામે પણ રિવ્યુ પીટીશન થઈ હતી.
જે અંગે ત્રણ જજાની બેંચને નીમવામાં આવી હતી ત્રણેય જજાની બેંચ સમક્ષ સુનાવણી થઈ હતી જેમાં આજે ચુકાદો આવતા સુપ્રીમ કોર્ટની બેંચે રાહુલ ગાંધીના આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે જે તેનો સ્વીકાર કરવામાં આવે છે તેથી રાહુલ ગાંધી સામે હવે કોઈ કાર્યવાહી થઈ શકશે નહી તેવું મનાઈ રહયું છે. આમ રાહુલ ગાંધીની માફી સામે કરાયેલી રિવ્યુ પીટીશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.