સુપ્રીમે અમેઝોન-ફ્યુચર વિવાદ અંગે દિલ્હી હાઇકોર્ટના તમામ આદેશો ફગાવી દીધા
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે એમેઝોન-ફ્યુચર વિવાદ કેસમાં દિલ્હી હાઇકોર્ટના તમામ આદેશ રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટને ફરીથી તમામ મુદ્દાઓ પર મેરિટના આધારે ર્નિણય લેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલની વિરુદ્ધ હાઇકોર્ટનો આદેશ રદ કરી દીધો છે. વાસ્તવમાં ફ્યુચર ગુ્રપે સુપ્રીમ કોર્ટ પાસે રિલાયન્સની સાથે એસેટ ડીલ પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે ૧૧ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ફ્યુચર ગુ્રપની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટને એ નક્કી કરવાનું હતું કે શું ફ્યુચર ગુ્રપને ફ્યુચર રિટેલ-રિલાયન્સ એસેટ સેલ ડીલ માટે રેગ્યુલેટરી મંજૂરી માટે પ્રક્રિયા જારી રાખવાની પરવાનગી આપી શકાય કે નહીં? ફ્યુચર ગુ્રપને રાહત આપતા મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમાનાના નેતૃત્ત્વવાળી ખંડપીઠે ગયા વર્ષે બીજી ફેબુ્રઆરીએ દિલ્હી હાઇકોર્ટે આપેલા આદેશને પણ ફગાવી દીધો છે જેમાં તેમણે ફ્યુચર રિટેલ લિમિટેડને મર્જર સમજૂતીમાં યથા સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
ફગાવી દેવામાં આવેલા આદેશોમાં એ આદેશ પણ સામેલ છે જેમાં વિલયના સોદા પર આગળ વધવાથી ફ્યુચર રિટેલ લિમિટેડ(એફઆરએલ)ને રોકનારા આર્બિટ્રેશનના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમાના, ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ હિમા કોહલની ખંડપીઠે રિલાયન્સ રિટેલ સાથેના વિલય સોદા પર આર્બિટેશનના ચુકાદા સંબધી ફ્યુચર ગુ્રપની કંપનીઓની અરજીઓને દિલ્હી હાઇકોર્ટને પરત મોકલી દીધી છે.
ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અમે દિલ્હી હાઇકોર્ટના ૨ ફેબુ્રઆરી, ૨૦૨૧, ૧૮ માર્ચ, ૨૦૨૧ અને ૨૯ ઓક્ટોબર, ૨૦૨૧ એમ કુલ ત્રણ આદેશ રદ કરી દીધા છે. સુપ્રીમે જણાવ્યું છે કે દિલ્હી હાઇકોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિને નિર્દેશ આપીએ છીએ કે તે આ મુદ્દે વિચાર કરે અને ટીકાઓથી વિચલિત થયા વગર મેરિટના આધારે આદેશ જારી કરે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને આદેશ આપ્યો છે કે તે આ કેસના ઝડપી નિકાલ માટે એક ખંડપીઠની રચના કરે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની ઇ કોમર્સ કંપની એમેઝોન રિલાયન્સ રીટેલ અને ફ્યુચર રિટેલના ૨૪,૭૩૧ કરોડ રૃપિયાના વિલય સોેદાનો વિરોધ કરાી રહી છે.
સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટરે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને આ સોદા પર સ્ટે મૂકી દીધો હતો. દિલ્હી હાઇકોર્ટે આર્બિટેશન સેન્ટરના અંતિમ ર્નિણય પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો અને તેણે ફ્યુચર ગુ્રપ અને તેની પેટા કંપનીઓ ૨૦ લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.HS