સુપ્રીમે એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટના ટાવર-૧૬ અને ૧૭ને ગેરકાયદેસર ઠેરવ્યા
નવીદિલ્હી, સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી સુપરટેકને મોટો ઝટકો મળ્યો છે અને કોર્ટે નોઈડા એક્સપ્રેસ સ્થિત એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટના ટાવર-૧૬ અને ૧૭ને ગેરકાયદેસર ઠેરવ્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો અને બંને ગેરકાયદેસર ટાવર્સને તોડી પાડવાના આદેશ આપ્યા. સુપરટેકના આ બંને ટાવર ૪૦-૪૦ માળના છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ ટાવર નોઈડા ઓથોરિટી અને સુપરટેકની મિલીભગતથી બન્યા હતા.
સુપ્રીમ કોર્ટે ખરીદારોને પૈસા પાછા આપવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સુપરટેકને ટિ્વન ટાવર્સને પોતાના ખર્ચે ત્રણ મહિનાની અંદર તોડી પાડવાનો આદેશ આપ્યો કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું કે સુપરટેક ફ્લેટ ખરીદનારાઓની રકમ વ્યાજ સહિત પાછી આપે.
અલાહાબાદ હાઈકોર્ટે ૧૧ એપ્રિલ ૨૦૧૪ના નિયમોનો ભંગ કરવાના પગલે બંને ટાવર્સને તોડી પાડવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ઘર ખરીદનારાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પેનલે ચાર ઓગસ્ટના રોજ આ અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
૪૦-૪૦ માળના આ સુપરટેકના ટાવર્સમાં ૧-૧ હજાર ફ્લેટ્સ છે. કોર્ટે કહ્યું કે આ ટાવર્સ નિયમોને અવગણીને બનાવવામાં આવ્યા. કોર્ટે કહ્યું કે જે પણ લોકોએ આ સુપરટેકના ટ્વીન ટાવર્સમાં ફ્લેટ લીધા હતા તેમને ૧૨ ટકા વ્યાજ સાથે રકમ પાછી મળશે. કોર્ટે એવું પણ કહ્યું છે કે ટાવર્સને તોડતી વખતે આજુબાજુની ઈમારતોને નુકસાન થવું જાેઈએ નહીં. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એમ આર શાહે આ મામલે સુનાવણી કરી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લેટ્સ બિલ્ડર અને નોઈડા ઓથોરિટીની મિલીભગતનું પરિણામ છે. જેમની મંજૂરી યોજનાની આરડબ્લ્યુએ સુદ્ધાને ખબર નહતી. કોર્ટે કહ્યું કે સુપરટેના કે ૧૬ અને ટી ૧૭ ટાવર્સના બનતા પહેલા ફ્લેટ માલિક અને ઇઉછ ની મંજૂરી લેવી જરૂરી હતી. આ સાથે જ જ્યારે આ નોટિસ નીકળી ત્યારે ન્યૂનતમ અંતરની જરૂરિયાતના નિયમોને તોડવામાં આવ્યા તો પણ કોઈ કાર્યવાહી થઈ નહી. કોર્ટે માન્યુ કે બિલ્ડરે મંજૂરી મળતા પહેલા જ કામ શરૂ કરી દીધુ હતું. પરંતુ આમ છતાં નોઈડા ઓથોરિટીએ કોઈ કાર્યવાહી કરી નહીં.HS