Western Times News

Gujarati News

સુપ્રીમે લખીમપુર ખેરી હિંસામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, યુપી સરકાર આ કેસમાં પોતાના પગ પાછળ ખેંચી રહી છે. તેમને લાગે છે કે, રાજ્ય સરકાર આ મામલે તેના પગ ખેંચી રહી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું છે કે, અમે ગઈ રાત સુધી રાહ જાેઈ હતી, પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. જાે કે, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે, રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ મામલે પોતાના પગ ખેંચી રહી છે.

આ કેસની તપાસમાં થયેલી પ્રગતિ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘અમને લાગે છે કે,તમે તમારા પગ ખેંચી રહ્યા છો. આ સાથે જ ખાતરી કરો કે તમે સાક્ષીઓનું રક્ષણ કરો છો. બુધવારના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન સીજેઆઇની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે, અમે ગઈ રાત સુધી રાહ જાેઈ હતી, પરંતુ કંઈ દાખલ કરવામાં આવ્યું ન હતું. જાે કે, એડવોકેટ હરીશ સાલ્વેએ કોર્ટનેજાણ કરી હતી કે, રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમનાએ સવાલ કર્યો છે કે, ‘જાે તમે સુનાવણીની થોડી મિનિટો પહેલા જ રિપોર્ટ રજૂ કરો તો અમે કેવી રીતે વાંચી શકીએ? અમે સુનાવણીના ઓછામાં ઓછા એક દિવસ પહેલા તેને દાખલ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

અમે ક્યારેય જણાવ્યું નથી કે, તે સીલબંધ કવરમાં હોવું જાેઈએ. ગઈકાલે અમે ૧ વાગ્યા સુધી રાહ જાેઈ. આ શું છે.’ હવે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આગામી સપ્તાહ સુધીમાં નવો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. મુખ્યન્યાયાધીશે કહ્યું, ‘તમે કહો છો કે તમે ૪૪ સાક્ષીઓની તપાસ કરી છે. ૪ સાક્ષીઓનું નિવેદન ૧૬૪ હેઠળ કરવામાં આવ્યું છે. બાકીના લોકોએ તેમનું નિવેદન કેમ નોંધ્યુ નથી?HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.