સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ બોબડે બની શકે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે એસ એ બોબડેની નિમણૂંક થાય તેવી શક્યતા છે. આગામી મહિને નિવૃત્ત થઈ રહેલા હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ બોબડેને મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી છે.રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. પરંપરા પ્રમાણે નિવૃત્ત થતા ચીફ જસ્ટિસ સરકારને પોતાના અનુગામી તરીકે કોની નિમણૂંક કરવી તેની ભલામણ કરતા હોય છે. જસ્ટિસ બોબડે હાલમાં સિનિયોરિટીમાં બીજા ક્રમે છે. આ પહેલા તેઓ મધ્યપ્રદેશના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.