સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બિહારમાં ખુશી, સુશાંતના કરોડો ફેંસની જીત: ચિરાગ પાસવાન
પટણા, અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ સરકારને મોટો આંચકો આપ્યો છે અને મામલાની તપાસ સીબીઆઇને સોંપવાનો ચુકાદો આપ્યો છે. એ યાદ રહે કે મહારાષ્ટ્ર સરકાર સતત આ મામલાનોસીબીઆઇ તપાસનો વિરોધ કરી રહી હતી અને મામલામાં તેણે કહ્યું હતું કે તપાસ મુંબઇ પોલીસની પાસે જ રહેવા દેવામાં આવે. જાે કે સુપ્રીમ કોર્ટે મામલો સીબીઆઇને સોંપવાનો ચુકાદો આપ્યો છે.
મામલો સીબીઆઇ તપાસના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સુશાંતના ગૃહ રાજય બિહારમાં લોકોએ ખુશી વ્યકત કરી હતી લોજપા નેતા ચિરાગ પાસવાન સુશાંતના પિતરાઇ ભાઇ અને ભાજપના ધારાસભ્ય નીરજ સિંહ બબલુ અને બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે તપાસ સીબીઆઇ કરે આ બધાની માંગ હતી. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરૂ છું તપાસ સીબીઆઇથી થાય આ તમામની માંગ હતી હવે જયારે સીબીઆઇ તપાસ માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે તો આ જીત સુશાંતના કરોડો પ્રશંસકોની સાથે તેમના પિતા અને પરિવારની છે મને વિશ્વાસ છે કે હવે તાકિદે સુબીઆઇ તમામ પાસા પર કામ કરશે.
સુશાંતના પિતરાઇ ભાઇ અને ભાજપના ધારાસભ્ય નીરજ સિંહે કહ્યું કે હવે અમે નિશ્ચિત છીએ કે સુશાંતને ન્યાય મળશે તેમણે સુશાંત માટે ન્યાયના હકમાં પરિવારની સાથે આવનારા તમામ લોકો અને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. બિહારના ડીજીપી ગુપ્તેશ ્વર પાંડેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી હું ખુબ ખુશ છું તેનાથી કોર્ટ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબુત થયો છે નિર્ણય સાબિત કરે છે કે બિહાર પોલીસનું વલણ યોગ્ય હતું.HS