સુપ્રીમ કોર્ટમાં રિયાની અરજી પર ગુરૂવારે નિર્ણય આવી શકે છે
નવીદિલ્હી, બોલીવુડ એકટર સુશાંત સિંહ રાજપુતના કેસમાં રિયા ચક્રવર્તીનો કેસ ટ્રાસફરની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી પુરી કરી લીધી છે અને નિર્ણય સુરક્ષિત રાખ્યો છે સુશાંત કેસની તપાસ મુંબઇ પોલીસ કરશે કે સીબીઆઇ તેના પર પોતાનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ ગુરૂવારે આપી શકે છે. કેસની સુનાવણી શરૂઆતી ટેકનીકી ગડબડને દુર કર્યા બાદ શરૂ થઇ હતી આ કેસમાં રિયા ચક્રવર્તી તરફથી શ્યામ દીવાન મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંધવી બિહાર સરકાર તરફથી મનિંદર સિંહ અને ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોત પોતાનો પક્ષ રાખ્યો હતો સુપ્રીમ કોર્ટે ગુરૂવાર સુધી લેખિત અરજીઓ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટમાં તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે આ મામલામાં ફકત બિહારમાં તપાસ લંબિત છે જેની ટ્રાંસફર માટે અરજી કાયદેસર નથી મુંબૂઇે ફકત બિનઅધિકૃત નિવેદનોની રેકોર્ડિગ રજુ કરી છે. તેમણે મુંબઇ પોલીસે ૫૬ લોકોની પુછપરછ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જયારે પોલીસે તપાસ માટે કોઇ એફઆઇઆર જ દાખલ કરી નથી તો તે આ રીતના સમન્સ આપી ૫૬ લોકોની પુછપરછ ન કરી શકે.ઇજાની બાબતમાં માહિતી લગાવવા માટે પુછપરછનો દાયરો ખુબ સમિતિ છે પુછપરછની કાર્યવાહી તપાસનું સ્થાન લઇ ન શકે અને આ મામલામાં મુંબઇ પોલીસ કોઇ આવી પુછપરછનો રેકોર્ડ પણ સામે લઇ આવી નથી જે જે તેણે મેજિસ્ટ્રેટની સામે રજુ કર્યા હોય.
સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે શું ફકત એક જજની બેંચ સુશાંતના કેસને સીબીઆઇ તપાસ સોંપી શકે છે તેમણે માંગ કરી છે કે આ મામલાને એક મોટી બેંચને ટ્રાંસફર કરવામાં આવે અને તે નિર્ણય લે કે સુશાંતની તપાસ મુંબઇ પોલીસ કરે કે સીબીઆઇ સિંધવીએ કહ્યું કે મુંબઇ પોલીસની પાસે ફકત ફેબ્રુઆરીથી લઇ અત્યાર સુધી કોઇ એફઆઇઆર નથી બિહાર પોલીસ ફકત જીરો એફઆઇઆર ટ્રાંસફર કરી શકે છે તેમણે એ પણ કહ્યું કે બિહારમાં થનાર વિધાનસભા ચુંટણીના કારણે પટણા પોલીસની તપાસ રાજનીતિથી પ્રેરિત છે અને ચુંટણી પુરી થયા બાદ કોઇ પણ આ કેસની વાત કરી કરે.HS