Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો

નવીદિલ્હી, દુષ્કર્મના આરોપી આસારામે સુપ્રીમ કોર્ટ પાસે મેડિકલ ગ્રાઉન્ડ પર ૬ સપ્તાહ માટે વચગાળાના જામીન માંગ્યા હત, પણ સુપ્રીમ કોર્ટે આસારામને ઝટકો આપ્યો છે. વચગાળના જામીન નામંજૂર કરતા કહ્યું હતું કે તમે જે કર્યું છે તે સાધારણ અપરાધ નથી, એટલે જેલમાં રહીને જ સારવાર કરાવો.

જેલમાંથી બહાર નિકળવાના આસારામના ઇરાદા પર સુપ્રિમ કોર્ટે ઠંડુ પાણી રેડી દીધું હતું. આસારામ એક સગીર યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં જાેધપુર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે.જન્માષ્ટમીના તહેવારમાં હજારો લોકોની ભીડ ભેગી કરીને ભક્તોને ઉપદેશ આપનારો આસારામ લાંબા સમયથી જેલની હવા ખાઇ રહ્યો છે.

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે મેડિકલ આધાર પર વચગાળના જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આસારામે સુપ્રીમ કોર્ટમાં સારવાર કરવા માટે ૬ સપ્તાહની જામીન માંગતી અરજી કરી હતી. આસારામે અરજીમાં કહ્યું હતું કે, ૬ સપ્તાહના જામીન આપવામાં આવે જેથી પોતે આર્યુવેદના સહારે પોતાની સારવાર કરાવી શકે. આ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે જે કર્યું છે તે સાધારણ અપરાધ નથી, તમારે જેલમાં રહીને જ ઇલાજ કરાવવો પડશે, જામીન નહીં મળે.

આ પહેલાં રાજસ્થાન હાઇકોર્ટે પણ મે મહિનામાં આસારામ બાપુની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. તે વખતે પણ આસારામે સ્વાસ્થ્યનું કારણ આપીને વચગાળાના જામીન માંગ્યા હતા. ગયા વર્ષે રાજસ્થાન હાઇકોર્ટે રોજ એકવાર જેલની બહારના જમવાનું મંગાવવા માટે આસારામને પરવાનગી આપી હતી.

આસારામ એક સગીર છોકરી પર દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે એક વાર બહારના ખાવાનાની પરવાનગી આપી છે, પણ કોર્ટે કહ્યું હતું કે જમવાનું આસારામને આપતા પહેલાં જેલ અધિકારી પુરી તપાસ કરશે પછી તેને ખાવાનું મળશે. આસારામે કોર્ટમાં અરજી કરી હતી કે વૃધ્ધ હોવાને કારણે મેડિકલ કંડીશન સારી નથી એટલે જેલની બહારથી એવું ખાવાનું મંગાવવા પર પરવાનગી આપવામાં આવે જે તેમના આરોગ્યને અનુકુળ હોય. આસારામના વકીલે કોર્ટને કહ્યું હતુ કે જેલમાં આપવામાં આવતું ભોજન આસારામ બાપુના આરોગ્યને અનુકળ નથી, જેથી તેમના આરોગ્યને નુકશાન પહોંચી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.