સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું, કેટલા લોકોની થઈ ધરપકડ?
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરીમાં ૩ ઓક્ટોબરે થયેલી બબાલને લઈને યૂપી સરકારને પુછ્યું છે કે અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ગુરુવારે સુનવણી દરમિયાન પુછ્યુ કે આખરે કેટલા લોકોની વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે અને કેટલા લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે. કોર્ટે આ સંબંધમાં યુપી સરકારને સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે યૂપી સરકારે પુછ્યું કે શું જે લોકોની સામે ફરિયાદ થઈ છે તેમની ધરપકડ કરાઈ? આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે આખરે આ ઘટના માટે કોણ જવાબદાર છે.
આના પર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ મામલામાં તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યુ છે. આ ઉપરાંત એક સભ્ય આયોગ પણ ગઠિક કરવામાં આવ્યા છે. જેનાથી બે મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
૨ વકીલો તરફથી દાખલ અરજી પર સુનવણી કરતા ચીફ જસ્ટિસ એનવી રમન્ના,જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેંચે આ મામલામાં અત્યાર સુધી પ્રદેશ સરકાર તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની સ્ટેટસ રિપોર્ટ માંગી છે. કોર્ટે શુક્રવારે પણ આ મામલા પર સુનવણી કરવાનો ર્નિણય કર્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું કે કેવી રીતે આ રજિસ્ટ્રી વિભાગની ભૂલથી આ અરજીને પીઆઈએલની જગ્યાએ સ્વતઃ સંજ્ઞાન હેઠળ નોંધવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે ૨ વકીલોને પત્ર લખીને લખીમપુર ખીરીમાં થયેલી બબાલને લઈને સુનવણી કરવાની માંગ કરી હતી. બેંચે જણાવ્યું કે તેમના પત્રને રજિસ્ટ્રી વિભાગને સોંપતા કહેવામાં આવ્યું હતું કે આ અંતર્ગત તે જનહિતની અરજીની સુનવણી માટે પણ લિસ્ટિંગ કરે. પરંતુ મિસકમ્યુનિકેશનની સ્થિતિ ઉભી થઈ અને રજિસ્ટ્રી વિભાગે આ જનહિત અરજીની જગ્યાએ સ્વતઃ સંજ્ઞાન તરીકે નોંધી લીધી.HS