સુપ્રીમ કોર્ટે BS-IV ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે આપી મંજૂરી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે બીએસ4 ઉત્સર્જન માપદંડો અંતર્ગત 1 એપ્રિલ 2020ની પહેલા ખરીદેલા ડીઝલ એન્જિન વાહનોના રજીસ્ટ્રેશનને મંજૂરી આપી દીધી છે. શરત એ છે કે, આ વાહનો દિલ્હી પોલીસ અથવા દિલ્હી નગરનિગમે ખરીદેલા હોય. એઠલે કે, સુપ્રીમ કોર્ટના આ આદેશથી સામાન્ય માણસોને કોઈ ફાયદો થશે નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યુ છે કે, ડીઝલ વાહન જે 1 એપ્રિલ અથવા તે પહેલા ખરીદાયેલા જેનો ઉપયોગ લોકોના હિત માટે થવાનો છે. તેવી ગાડીઓ બીએસ 4 ગાડીઓને રજીસ્ટ્રેશન કરાવાની મંજૂરી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2018માં 1 એપ્રિલ 2020થી બીએસ-4 વાહનોની ગાડીઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે, જ્યાં સુધી રજીસ્ટ્રેશન નહીં શરૂ થાય ત્યાં સુધી દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગ આ ગાડીઓને કોઈ કામચલાઉ સર્ટિફિકેટ આપશે નહીં. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટીસે ટ્રાંસપોર્ટ વિભાગની સેવામાં ઉપયોગમાં લેવાતા ડીઝલ વાહનો કામચલાઉ રજીસ્ટ્રેશન કરી શકશે. આપને જણાવી દઈએ કે, 31 માર્ચ બાદ વેચાયેલા વાહનોના રજીસ્ટ્રેશન નથી થતાં. કોર્ટના આદેશ છતાં લોકડાઉનમાં કેટલીય કંપનીઓએ આ વાહનોના વેચાણ કર્યા છે.