Western Times News

Gujarati News

સુપ્રીયા સુલે અજીત પવારને ભેટી પડયા

file

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર આજથી શરૂ થયું છે. પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલંબકરે સૌથી પહેલાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ત્યારપછી કોલંબકરે દરેક ૨૮૮ ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ વિધાનસભા પરિસરમાં આવકાર્યા હતાં અને તમામ ધારાસભ્યોને ગૃહ સુધી લઈ ગયા હતા. સુપ્રીયા તેમના ભાઈ અજીત પવારને ગળે લાગ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન શપથ લેવા પહોંચેલા અજિત પવારનું સુપ્રિયાએ ખુલ્લા હૃદયે સ્વાગત કર્યું અને કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને તેમની સાથે ઝઘડાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. સુપ્રિયા સુલેએ આ દરમિયાન કહ્યું કે, પાર્ટી અને પરિવારમાં ઘણી વાર અણબનાવની સ્થિતિ ચોક્કસ આવે છે પરંતુ તેનો એ અર્થ નથી કે જુદા થઈ જઇએ તેઓએ કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને અમારા માટે સન્માન પાત્ર છે. અમારા બંનેની વચ્ચે ક્યારેય કોઈ વિવાદ નથી થતો, આ માત્ર લોકોની ફેલાયેલી અફવા છે સુપ્રીયાએ કહ્યું, અમારી જવાબદારી વધી ગઈ છે. સમગ્ર મહારાષ્ટ્રની જનતા અમારી સાથે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.