સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટર હેન્ડલ ઉપર બાયો બદલ્યો
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ પોતાની નવી રાષ્ટ્રીય કારોબારીમાંથી ઘણા દિગ્ગજાેને દૂર કર્યા છે. વરૂણ ગાંધી અને મેનકા ગાંધી બાદ ભાજપના ફાયર બ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામીને પણ રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યુ નથી.
ભાજપ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ભલે જ સીધી રીતે પ્રતિક્રિયા આપી ન હોય, પરંતુ તેમણે પોતાના ટિ્વટર હેન્ડલનું ‘બાયો’ બદલીને ચોક્કસપણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટર હેન્ડલના બાયોમાં પોતાને રાજ્યસભા સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી, હાર્વર્ડથી અર્થશાસ્ત્રીમાં પીએચડી, પ્રોફેસર લખ્યુ છે પરંતુ તેમણે ભાજપનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે બાયોમાં લખ્યુ છે કે મે તમને બિલ્કુલ તેવુ આપ્યુ, જેવુ મને પ્રાપ્ત થયુ. તેમનો ઈશારો સીધી રીતે ભાજપ તરફ થયેલી કાર્યવાહી પર છે.
ટ્વીટર પર સુબ્રમણ્યમ સ્વામીએ રાષ્ટ્રીય કારોબારીમાંથી હટાવ્યા બાદ કેટલાક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ જાેવામાં આવી છે. ૩૦૭ સભ્યોની રાષ્ટ્રીય કારોબારીમાંથી ભાજપે બે વરિષ્ઠ નેતા મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને પણ બહાર કર્યા છે. બંને નેતાઓએ કેટલાક એવા નિવેદન આપ્યા હતા, જેનાથી ભાજપની છબીને ઠેસ પહોંચી હતી.
આ વચ્ચે નવી કારોબારીમાં નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે જેમાં દિનેશ ત્રિવેદી, જ્યોતિરાદિત્ય સિંધિયા, વિજય બહુગુણા, સતપાલ મહારાજ, મિથુન ચક્રવર્તી જેવા નામ છે.SSS