સુભાષ બ્રિજ રીપેરીંગ બાદ પુનઃ ખુલ્લો મુકાયો
અમદાવાદ: અમદાવાદ શહેરનાં સુભાષબ્રિજને દિવાળી બાદ રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેનાં પરીણામે આસપાસના વિસ્તારોમાં સતત ટ્રાફીકજામના દૃશ્યો સર્જાતાં હતાં અને વાહનચાલકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતાં. કોર્પાેરેશમાં પણ બ્રિજના મરામતનું કામ ઝડપથી પૂર્ણ કરી દેવાતાં આજથી આ બ્રિજ પુનઃ ખુલ્લો મૂકવામાં આવતાં નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો છે. સાબરમતી નદી ઉપર બ્રિજા બનાવવામાં આવતાં ટ્રાફિક નિયમન તથા ટ્રાફિક જામની સમસ્યાં હલ થઈ ગઈ છે.
શહેરનાં જૂના સુભાષબ્રિજમાં ગાબડાં પડવા ઉપરાંત કેટલાંક સ્થળોએ જાઈન્ટમાં ખાડા પડી ગયાં હતા. જેનાં પરીણામે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાતાં હતાં. આ અંગે રજૂઆતો કરવામાં આવતાં મ્યુનિ.કોર્પાે.તંત્ર દ્વારા બ્રિજને રીપેર કરવાનો નિર્ણય લેવાયો હતો. કોર્પાેરેશને અગાઉ શનિ-રવિ દરમ્યાન બ્રિજ રીપેરીંગનું કામ શરૂ કર્યું હતું. પરંતુ ત્યારબાદ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને પૂરઝડપે રીપેરીંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સુભાષ બ્રિજનું કામ શરૂ થતાં જ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેનાં પરીણામે આસપાસના વાડજ, શાહીબાગ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.