સુમિત ઠાકુરએ ગ્રહણ કર્યો પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારીના મહત્વપૂર્ણ પદનો કાર્યભાર
શ્રી સુમિત ઠાકુરે (IRSE) પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી તરીકેનો કાર્યભાર ચર્ચગેટ સ્ટેશન બિલ્ડીંગ સ્થિત તેમની ઓફિસ માં સંભાળ્યો હતો.શ્રી ઠાકુર 2010 ની બેચના ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ એન્જિનિયરિંગ ઓફ 2010 ની બેચ ના અધિકારી છે તેમને પશ્ચિમ રેલવે ના મુંબઇ સેન્ટ્રલ ડિવિઝન ના સિનિયર ડીવીજનલ એન્જીનીયર(સાઉથ)તરીકે ટ્રેક મેન્ટેનન્સ અને મોન્સૂન સીઝન માં સ્મૂથ ઓપરેશન ઓફ મુંબઇ સબર્બન ટ્રેન, જેવા વિભિન્ન મહત્વપૂર્ણ અસાઈનમેન્ટ પર કાર્ય કર્યું છે.
સિનિયર ડીવીજનલ એન્જીનીયર (સાઉથ) ના પદ પર કાર્ય કરતા પશ્ચિમ રેલવે ના મુંબઇ ઉપનગરીય ખંડ પર વર્ષ 2018 અને 2019 દરમિયાન પુર ના સ્પોટસ ની યોગ્ય ઓળખ કરી ને તેના કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ સાથે ફિક્સિ કર્યા હતા તે બદલ પ્રશાસન દ્વારા અલગ અલગ સ્તર પર તેમના પ્રયત્નો ને એપ્રિસીએટ કરવામાં આવ્યા હતા.
શ્રી ઠાકુરે ઉત્તમ એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ અને સિસ્ટમેટિક પ્લાનિંગ બ્લોક દ્વારા ટ્રેક મેન્ટેનન્સ સાથે લોકલ ટ્રેનો ની રાઈડિંગ ક્વોલિટી ઈંપ્રુવ કરવા માટે અગત્ય નું યોગદાન આપ્યું છે, તેમને વર્ષ 2015 અને 2019 માં બે વાર પ્રખ્યાત જીએમ પુરસ્કાર સહિત વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે. શ્રી ઠાકુરે 2009 માં પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,પટના થી સિવિલ એન્જીનીયરીંગ માં બીટેક પૂર્ણ કર્યું છે.
તેમણે વર્ષ 2011 માં આઇઆઇટી દિલ્હીથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ માં માસ્ટર્સ પણ કર્યું છે. તેમણે 2012 માં પશ્ચિમ રેલવે ના મુંબઈ સેન્ટ્રલ ડિવીઝન ના સહાયક મંડળ એન્જિનિયર તરીકે રેલવે સેવા માં જોડાયા હતા અને જૂન, 2015 સુધી આ પદ પર કાર્ય કર્યું હતું. પછી જુલાઈ, 2015 થી જુલાઈ, 2017 ના સુધી તેમણે રાજકોટ મંડળ ના મંડળ એન્જિનિયર તરીકે કર્યું કાર્ય કર્યું હતું. ત્યારબાદ, તેમને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન માં ફરી પોસ્ટ કરવામાં આવ્યા હતા,
જ્યાં તેમની પાસે ડિવિઝનલ એન્જિનિયર અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સાઉથ) તરીકે કામ કરવાનો સમૃદ્ધ અનુભવ છે. શ્રી ઠાકુરે 2017 માં જાપાનમાં હાઇ સ્પીડ ટ્રેનો વિશે સ્પેશિયલ ટ્રેનિંગ કોર્સ પણ કર્યો છે. અત્યાર ના તેમના મુખ્ય જન સંપર્ક અધિકારી/પશ્ચિમ રેલવે ના પોસ્ટિંગ પહેલાં, તેઓ પશ્ચિમ રેલવે ના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન ના સિનિયર મંડળ એન્જીનીયર (સાઉથ) તરીકે કાર્યરત હતા. તેઓ મ્યુઝીક, મૂવીઝ અને સ્પોર્ટ્સ ના ક્ષેત્રો માં ક્રિએટિવ એક્સીલેન્સ માં રસ ધરાવે છે.