સુમિત વાલિયાની ઓપોના વાઇસ પ્રેસિડન્ટ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ તરીકે નિમણુંક
ભારતીય ગ્રાહકો માટે સાર્થક ઇનોવેશન લાવવામાં તેના સ્થાનિયકરણના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાની યોજના
ઓપો જે અગ્રણી વૈશ્વિક સ્માર્ટ બ્રાન્ડ છે તેને સુમિત વાલિયાની વાઇસ પ્રેસિડન્ટ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગના રુપમાં નિમણુંક કરી. તેઓ ઓપોના ઉત્પાનને વધુ મજબૂત બનાવશે અને ભારતીય ગ્રાહકો સાથે મજબૂત રીતે જાડાણ સ્થાપિત કરશે.
સુમિત વાલિયાની નિમણુંક ગ્રાહક લક્ષી નવીનતાઓ લાવવાના પ્રયાસો પ્રત્યેની ઓપોની પ્રતિબદ્ધતા માટેના એક કરાર છે. એક અનુભવી લિડર્સ તરીકે સુમિત વાલિયા ટેકનોલોજી અને ટેલી-કમ્યુનિકેશનમાં તેમની કારકિર્દી દરમિયાન ટોપ પર રહ્યા છે. સુમિત ઓપોમાં પ્રોડ્ક્ટ માર્કેટિંગમાં સ્થાનિયકરણના પ્રયાસોનું નેતૃત્વ કરશે. વ્યૂહાત્મક રુપથી નિમણુંક બાદ, તે ભારતના બજારનું નેતૃત્વ કરશે અને ભારતની અત્યંત સ્પાર્ધાત્મક મોબાઇલ હેન્ડસેટ સ્પેટમાં ઓપો બ્રાન્ડના નિર્માણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઓપો પાસે તેના ગ્રાહકોને લક્ષ્ય બનાવવા માટે ૩૬૦ ડિગ્રી ઉત્પાદન માર્કેટિંગનો અભિગમ છે. આ બ્રાન્ડ ક્લાસ સ્માર્ટફોન્સ અને ક્લટર બ્રેકિંગ માર્કેટિંગ અભિયાનોમાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવા માટે નવું બેંચમાર્ક બનાવી રહ્યું છે. આ ઉપરાંત ઓપો પોતાના વ્યાપક અનુસંધાન અને અદ્યતન ટેકનોલોજી સંશોધન પ્રદાન કરવામાં માને છે.
આ નિમણુંકને લઇને ઓપો સાઉથ એશિયા, ઓપો ઇÂન્ડયાના સીઇઓ અને પ્રેસિડન્ટ ચાર્લ્સ વોંગે જણાવ્યું કે, ઓપો ઇÂન્ડયાના લોકલલાઇઝેશનની સાથે સુમિત વાલિયાને ઓન-બોર્ડ કરવાને લઇને અમને ખુશી છે. ઓપોમાં અમે ભારતીય ગ્રાહકો માટે નવા ઇનોવેશન માટે પ્રતિબંદ્ધ છીએ.
આ ઉપરાંત સુમિત હૈદરાબાદમાં અમારા લોકલ આર એન્ડ ડી કેન્દ્રની સાથે મળીને કામ કરશે. જે માત્ર અદ્યતન ટેકનોલોજી નહીં પણ ભારતીય ગ્રાહકો માટે કસ્ટમાઇઝ કરેલા નવા અનુભવો પણ રજૂ કરશે. સુમિતની નિમણુંક એક નિર્ણાયક તબક્કે કરવામાં આવી છે કારણ કે અમે ભારતમાં અમારા ઓપરેશનના છઠ્ઠા વર્ષમાં પ્રાઇસ પોઇન્ટ્સ પર અમારા પ્રોડક્ટ ઓફરિંગને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ભારત આપણા મુખ્ય બજારોમાનું એક છે. અમે માનીએ છીએ કે સુમિત અમારા બ્રાન્ડને મજબૂત બનાવવા માટે એક મહત્વની ભૂમિકા ભજવશે. આગામી વર્ષોમાં અમે તેમનો નવો અભિગમ અપનાવીશું અને તેમને શુભેચ્છા પણ આપીએ છીએ.
ઓપો ઇÂન્ડયાના વાઇસ પ્રેસિડન્ટ સુમિત વાલિયાએ તેમની નવી ભૂમિકાને લઇને જણાવ્યું કે, હું ઓપો પરિવારમાં જાડાવવા માટે ખુશી અનુભવી રહ્યો છું. મારી માટે આ તક ખુબ જ મહત્વની છે. હું ઓપોની ટીમ સાથે કામ કરીને તેને નવી ઉંચાઇ પર લઇ જવા માટે કટિબદ્ધ છું. ઉત્પાદન અને માર્કેટિંગના પોર્ટફોલિયો લક્ષ્યાંકિત કરીને અમે અમારું લક્ષ્ય હાંસિલ કરીશું.