સુરક્ષાના કારણોસર યુએઇએ પાક સહિત ૧૩ દેશોના શ્રમિકો પર પ્રતિબંધ લગાવ્યો
સંયુકતરાષ્ટ્ર, યુએઇએ પાકિસ્તાન સહિત ૧૩ દેશોના કર્મચારીઓના પોતાના દેશમાં કામ કરવા પર પ્રતિબંધ કોરોના મહામારીના કારણે નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા મજબુત કરવા માટે લગાવ્યો છે. આ બાબતમાં યુએઇ સરકારે ૧૮ નવેમ્બરે એક આદેશ પસાર કરવામાં આવ્યો છે જેમાં ૧૩ દેશોના કર્મચારીઓ પર કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છેં.
રિપોર્ટ અનુસાર સંયુકત અરબ અમીરાતે અસ્થાયી રીતે અફગાન,પાકિસ્તાન અને બીજા દેશોના કર્મચારીઓ માટે નવા વીજા જારી કરવા પર રોક લગાવી દીધી છે. પ્રતિબંધિત દેશોની યાદીમાં સીરિયા સોમાલિયા ઇરાક યમન અને અફગાનિસ્તાન જેવા યુધ્ધ ગ્રસ્ત દેશ સામેલ છે. આ તુર્કી અને પાકિસ્તાન જેવા સાઉદી વિરોધી જુથના દેશ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે યુએઇએ પાકિસ્તાન અને બીજા દેશોના કર્મચારીઓ માટે નવા વીજા જારી કરવા પર રોક લગાવી દીધી છે પાકિસ્તાને કહ્યું કે તે યુએઇથી આ નિર્ણયના પાછળના કારણે પુછી રહ્યાં છે પરંતુ અમે વિચાર્યું કે આ કોરોના વાયરસથી સંબંધિત છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસારપ પાકિસ્તાની સરકારને આ નિર્ણયની બાબતમાં સંપૂર્ણ રીતે જાણકારી ન હતી ત્યારબાદ પાકિસ્તાને યુએઇ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું કારણ કે તેને લાગે છે કે આ નિર્ણય ખાસ કરીને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને કોરોના વાયરસ તેનું મુખ્ય કારણ નથી.
સીનેટર અનવર બેગનું કહેવું છે કે કોરોના વાયરસ આ પ્રતિબંધની પાછળનું કારણ છે તો ભારતને પણ આ પ્રતિબંધિત યાદીમાં હોવું જાેઇતુ હતું કારણ કે ત્યાં દુનિયામાં સૌથી વધુ મામલા સામે આવી રહ્યાં છે કામ અને રોજગાર માટે વીજા રોક આપવા ચિંતાજનક સ્થિતિ છે અને તેમનું માનવુ છે કે આ પ્રતિબંધ વિશેષ રીતે પાકિસ્તાન માટે લગાવ્યો છે.
જયારે યુએઇ સરકારે મહામારીની શરૂઆતમાં જ પાકિસ્તાની શ્રમિકો અને કર્મચારીઓની છટની કરાવવાનું શરૂ કરી દીધુ હતું પાકિસ્તાન વિદેશ કાર્યાલય અનુસાર એપ્રિલ ૨૦૨૦ની શરૂઆતમાં યુએઇએ ૧૩,૦૦૦થી વધુ કર્મચારી નિકાળ્યા છે.HS