સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા સામે એરલાઇન્સ કડક પગલામાં લાગ્યુ
નવીદિલ્હી: કોરોનાના કેસ વધ્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને લઇને એરલાઇન્સ કડક પગલા ભરવા લાગી છે. હાલમાં જ એવી અલગ અલગ ઘટનાઓમાં ૮ યાત્રિકોને ફ્લાઇટમાંથી ઉતારી દીધા છે. જેમાંથી કેટલાક મામલાઓમાં તો સિક્યોરિટી ફોર્સની પણ મદદ લેવામાં આવી. આ તમામ યાત્રિકોએ માસ્ક અને પીપીઇ કિટ પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ડીજીસીએના નિયમો મુજબ જાે કોઇ યાત્રી નિયમોનું ક્યાંય પણ ઉલ્લંઘન કરે છે તો તેને બે વર્ષ માટે ફ્લાઇટથી યાત્રા કરવા પર રોકવામાં આવી શકે છે. જાે વારંવાર અપીલ છતાં યાત્રી નિયમોને નહીં માને તો તેને નિરંકુશ યાત્રિકોને કેટેગરીમાં નાખવામાં આવી શકે છે. એટલે કે તેના વિરૂદ્ઘ ભવિષ્યમાં પણ ફ્લાઇટથી યાત્રા કરવાને લઇને પ્રતિબંધ લગાડવામાં આવી શકે છે.
ડીજીસીએએ પોતાના પરિપત્રમાં કહ્યું કે એરપોર્ટ ઓપરેટર્સ નક્કી કરે કે યાત્રી એરપોર્ટમાં માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. કોવિડ-૧૯ના પ્રોટોકોલ અંતર્ગત માસ્ક નાકથી નીચે ન હોવો જાેઇએ. જેનું પાલન એરપોર્ટમાં પહોંચ્યા ત્યારથી એરપોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધી થવું જાેઇએ. એરક્રાફ્ટમાં કોઇ યાત્રીને જાે વારંવાર કહેવામાં આવે તેમ છતાં નિયમોનું પાલન ન કરે તો ટેકઓફની પહેલા ઉતારવામાં આવી શકે છે. નિયમ ન માનનારા યાત્રિકોને ચેતવણી આપીને સુરક્ષા એજન્સીના હવાલે કરવામાં આવશે. કાયદાકીય રીતે કોઇ કાર્યવાહી પણ કરાશે. બીજું કે યાત્રીઓને બોર્ડિંગ પાસ વિના એન્ટ્રી નહીં મળે.