સુરક્ષામાં ચૂક પર રાષ્ટ્રપતિ કોવિંદ વડાપ્રધાનને મળ્યા

નવી દિલ્હી, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે. આજે રાષ્ટ્રપતિ કોવિંદ પીએમ મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે મળ્યા હતા.એ પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ પીએમ મોદી સાથે વાત કરી હતી.
નરેન્દ્ર મોદીના ટિ્વટર હેન્ડલ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ વચ્ચેની મુલાકાતની જાણકારી આપવાની સાથે તસવીર પણ શેર કરવામાં આવી હતી.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિજીએ મને મળવા માટે બોલાવ્યો હતો અને તેમણે વ્યક્ત કરેલી ચિંતા બદલ હું તેમનો આભારી છું.તેમની શુભકામનાઓ મારા માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ છે.
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયુડએ પણ કહ્યુ છે કે, સુરક્ષા પ્રોટોકોલનુ પાલન કરવા માટે આકરા પગલા ભરવામાં આવશે તેવી અપેક્ષા છે.જેથી ભવિષ્યમાં આવી ઘટના ના બને.SSS