સુરક્ષા દળો પર એક બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંકનારી મહિલાની પોલીસે ધરપકડ કરી

શ્રીનગર, જમ્મૂ કાશ્મીર વિસ્તારમાં સુરક્ષા દળે એક બંકર પર પેટ્રોલ બોમ્બ ફેકનારી મહિલાને પોલીસે બે દિવસની જહેમત બાદ ધરપકડ કરી લીધી છે. તેણે બુરખો પહેરી આ ઘટનાને અંજામ આપ્યો હતો. એવું કરતાં તે સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો હતો પોલીસ અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, મહિલા આરોપીની ઓળખ બારામૂલાનાં નિવાસી હસીના અખ્તરનાં રૂપમાં કરવામાં આવી છે. જે કથિત રીતે પ્રતિબંધિત મહિલા, અલગાવવાદી જૂથ દુખ્તારન-એ- મિલત સાથે જાેડાયેલી છે.
પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું કે આરોપી મહિલા પહેલાથી જ યુએપીએ હેઠળ ત્રણ ગંભીર કેસનો સામનો કરી રહી છે. મહિલાનો પતિ ભૂતકાળમાં પથ્થરમારામાં પણ સામેલ હતો અને તેની જાહેર સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે મંગળવારે આ ઘટના બની ત્યારથી આ મહિલાની ધરપકડ કરવી એક પડકાર હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વિસ્તારમાં અલગ જ પ્રતિક્રિયા જાેવા મળી હતી અને આ વીડિયોમાં મહિલા રસ્તા વચ્ચે રોકાઈને તેના પર્સમાંથી બોમ્બ કાઢીને કેમ્પ પર ફેંકતી જાેવા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે બોમ્બ સુરક્ષા બેરિકેડ્સની બહાર પડ્યો હતો અને તેનાથી કોઈ નુકસાન થયું નથી.
આ આરોપી મહિલા થોડા મહિના પહેલા જ જામીન પર છૂટી હતી. સીસીટીવી ફૂટેજ જાેઈને મહિલાની ઓળખ થઈ હતી, પરંતુ મહિલાએ બે દિવસ સુધી પોલીસને ટાળી હતી. તે ધરપકડથી બચી રહી હતી, પરંતુ આજે સોપોર પોલીસે તેની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે.
હકીકતમાં, મહિલા દ્વારા ફેંકવામાં આવેલા પેટ્રોલ બોમ્બમાં આગ લાગી હતી, જેને સુરક્ષા દળોએ સમયસર ઓલવી દીધી હતી.HS