સુરક્ષા દળ માટે ૧ર હેલિકોપ્ટર્સ ગનફાયર કંટ્રોલ સિસ્ટમ સહિતના શસ્ત્રોની ખરીદી થશે
સંરક્ષણ મંત્રાલયે રૂા.૭,૯૬પ કરોડના શસ્ત્રો અને લશ્કરી સાધનોની ખરીદીને મંજૂરી આપી
નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે રૂા.૭,૯૬પ કરોડના શસ્ત્રો અને મીલીટરી ઈકિવપમેન્ટની ખરીદીને મંજૂરી આપી છે. આ દરખાસ્તના ભાગરૂપે હિન્દુસ્તાન એરોનોટીકસ પાસેથી ૧ર લાઈટ યુટીલીટી હેલીકોપ્ટર્સ અને ભારત ઈલેકટ્રોનિકસ પાસેથી લીનકયુ યુ-ર નવલ ગનફાયર કંટ્રોલ સીસ્ટમની ખરીદીનો પણ સમાવેશ થાય છે.
ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે તેની શસ્ત્રો દળોને વધુ મજબુત બનાવવાની તેમની ક્ષમતામાં વધારો કરી રહયું છે. શસ્ત્રો ખરીદવાની આ દરખાસ્ત આત્મનિર્ભર ભારત હેઠળની છે અને ભારતમાં ઉત્પાદીત હોય તેવા શસ્ત્રોની ખરીદી કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શસ્ત્રોની ખરીદી અંગેની સંરક્ષણ ખરીદી કાઉન્સીલ ડીએસી ની બેઠકમાં આ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. ૧ર હેલીકોપ્ટર્સ ઉપરાંત ભારત ઈલેકટ્રોનિકસ પાસેથી લીનકસ- યુ-ર નવલ ગનફાયર કંટ્રોલ સીસ્ટમની પણ ખરીદવામાં આવશે. આ સીસ્ટમથી નૌકાદળના યુદ્ધજહાજની ટ્રેક અને યુદ્ધની ક્ષમતામાં વધારો થશે.
ડીએસીએ હિન્દુસ્તાન એરોનોટીકસ દ્વારા ર્ડોનિયર વિમાનના મિડલાઈફ અપગ્રેડેશનને પણ મંજૂરી આપી છે. તેનાથી દરીયાઈ સર્વેલન્સ અને દેખરેખમાં નૌકાદળની ક્ષમતામાં વધારો થશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આત્મનિર્ભર ભારતને વધુ વેગ આપવા માટે નૌકાદળની ગનની વૈશ્વીક બજારમાંથી ખરીદીની જરૂરીયાતને દૂર કરવામાં આવી છે.
ભારત હેવી ઈલેકટ્રોનિકસ દ્વારા ઉત્પાદીત આ ગનને અપગ્રેડ કરીને સુપર રેપીડ ગન માઉન્ટ એસઆરજીએમ બનાવવામાં આવી છે. આ ગન્સ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજાેમાં તૈનાત કરવામાં આવશે. એસઆરજીએમ ગન ઝડપથી ગતિ કરતાં ટાર્ગેટ પર પણ પ્રહાર કરી શકે છે.
સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના વડપણ હેઠળ સંરક્ષણ ખરીદી કાઉન્સીલ ડીએસી એ ર નવેમ્બર ર૦ર૧ના રોજ યોજાયેલી બેઠકમાં રૂ.૭,૯૬પ કરોડની મૂડીખર્ચ સાથે શસસ્ત્ર દળોના આધુનિકરણ અને લશ્કરી કાર્યવાહીની જરૂરીયાત અંગેની દરખાસ્તને મંજૂરી આપી છે.