સુરક્ષા પરિષદના એજન્ડામાંથી સ્થાયી રીતે જમ્મુ કાશ્મીરનો મુદ્દો હટે: ભારત
સંયુકતરાષ્ટ્ર, ભારતે સંયુકત રાષ્ટ્રથી માંગ કરી છે કે સુરક્ષા પરિષદના એજન્ડાથી ભારત પાકિસ્તાન સવાલના જુના પડી ચુકેલા એજન્ડા હેઠળ જમ્મુ કાશ્મીરનો મુદ્દો સ્થાયી રૂપે હટાવવામાં આવે ભારતનું કહેવુ છે કે આવા તર્કહીન અતિઉત્સાહની ગરિમામયી દુનિયામાં કોઇ દેનદાર નથી. નામ લીધા વિના પાકિસ્તાન પર સીધો હુમલો કરતાં ભારતે કહ્યું કે એક એવા પ્રતિનિધિમંડળ છે જે વારંવાર એ બતાવવાનો પ્રયાસ કરે છે કે તે આંતરરાષ્ટ્રીય શાંતિમાં યોગદાન આપી રહ્યાં છે પરંતુ પરંતુ દુર્ભાગ્યથી તે એ સમજવામાં અસફળ રહ્યાં છે કે તેને વૈશ્વિક સ્તર પર આંતરરાષ્ટ્રીય આતંકને ફેલાવનારા અને આતંકવાદનો ગઢ માનવામાં આવે છે આ પ્રતિનિધિમંડળ પરિષદમાં સતત જુના પડી ચુકેલા એજન્ડા પર વાર્તા માટે ભાર મુકે છે જેને પરિષદના એજન્ડાના તમામ મામલાથી સ્થાયી રીતે હટાવવાની જરૂરત છે. એ યાદ રહે કે ભારત પાકિસ્તાન સવાલના એજન્ડા પર સુરક્ષા પરિષદની ઔપચારિક બેઠકમાં પહેલીવાર છ જાન્યુઆરી ૧૯૮૪ અને આખરી વાત પાંચ નવેમ્બર ૧૯૬૫માં વિચાર કરવામાં આવ્યો હતો.
સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ તિરૂમૂર્તિ કહી ચુકયા છે કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને સંયુકત રાષ્ટ્રના એજન્ડામાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીના દાવાની ઉલટ ત્રણ વાર તો છોડો ભારત પાકિસ્તાનના મુદ્દા પર સુરક્ષા પરિષદમાં છેલ્લા ૫૫ વર્ષમાં એકવાર પણ કોઇ ઔપચારિક બેઠક થઇ નથી. બીજી તરફ ભારતે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર માટે સરકારોની વચ્ચે ચાલી રહેલ વાતચીતની સ્થિતિમાં હોવાનો આરોપ લગાવ્યો ભારતે કહ્યું કે કેટલાક દેશો દુનિયાની આ સૌથી વધુ તાકતવાર સંસ્થામાં સુધાર થવા ઇચ્છતા નથી તે નથી ઇચ્છતા કે સ્થાયી સભ્યના રૂપમાં તેમાં કોઇ અન્ય દેશ સામેલ થાય તે પોતાના એકાધિકાર કાયમ રાખવા માટે અસમંજસપૂર્ણ સ્થિતિ બનાવી રાખવા માંગે છે ભારતે સુરક્ષા પરિષદમાં દશકોથી લંબિત સુધારને તાકિદે પુરૂ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે તે સંયુકત રાષ્ટ્રની આગામી સામાન્ય સભામાં પોતાના સુધાર સંબંધિત પક્ષ રાખશે સંયુકત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિના નાગરાજ નાયડુએ સંસ્થાની સામાન્ય સભાના ૭૪માં સત્ર દરમિયાન અધ્યક્ષ તિજાની મોહમ્મદ બંદેને પત્ર લખી સ્થિતિ પર અસંતોષ વ્યકત કર્યો છે.HS