સુરજબારી ચેકપોસ્ટની નોડલ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી

આજે શનિવારે ફરી કચ્છ જિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર સુરજબારી ચેકપોસ્ટની નિમાયેલ નોડલ અધિ.શ્રીઓ સાથે સ્થળ મુલાકાત લીધી. જિલ્લામાં પ્રવેશતા દરેક લોકોની થતી ઓનલાઈન ડેટા એન્ટ્રી સિસ્ટમને સુનિશ્ચિત કરી જરુરી સુચનાઓ આપી હતી.
કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે કચ્છ જિલ્લામાં ગુજરાતભરમાંથી લોકો પ્રવેશ કરી રહ્યા છે. આવા સમયે સંક્રમિત થયેલા લોકો કચ્છ જિલ્લામાં પ્રવેશી ન જાય તે માટે પૂરે પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.