સુરતઃ ગટરમાં સફાઈ કરવા માટે ઉતરેલા બે કામદારોનાં મોત
સુરત, સુરતમાં બનેલી એક ગંભીર ઘટનામાં બે સફાઈ કામદારોના મોત થઈ ગયા છે. ગટરમાં સફાઈ કરવા માટે ઉતરેલા કામદારોનું ગુંગળામણના લીધે મોત થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો પ્રમાણે બન્ને કામદારોની તબિયત લથડી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જાેકે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ગટરમાં વ્યક્તિને સફાઈ માટે ઉતારવાના મુદ્દે સતત વિરોધ છતાં આ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી શકે છે. આ સાથે આ પ્રકારના ગંભીર મુદ્દે વિરોધનું વંટોળ પણ ઉભું થઈ શકે છે.
શહેરના અંબાજી રોડ પર આ ઘટના બની હતી, ગટરમાં ઉતરેલા કામદારો બેભાન થઈ જતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે બેભાન થયેલા બે સફાઈ કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને સારવારમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાેકે, તેમને સારવાર મળે તે પહેલા જ બન્નેના મોત થઈ ગયા હતા. આ બન્ને કામદારોને કોના કહેવાથી ગટરમાં ઉતારવામાં આવ્યા હતા તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ આ કામદારો મ્યુનિસિપલ કોર્પોરેશનના હતા કે નહીં તે અંગે પણ હજુ સ્પષ્ટતા થઈ નથી. ગટરમાં ઉતરેલા કામદારોના મોતની ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે દ્વારા આ કેસમાં એ મામલે પણ તપાસ કરવામાં આવશે કે આ સફાઈ કામદારો ક્યાના હતા અને કોના કહેવાથી તેઓ ગટરમાં ઉતર્યા હતા.
આ કામદારોની ઓળખ કરીને ઘટનાની વધુ તપાસ માટે પોલીસ તેમના પરિવારજનો કે તેમને આ કામ સોંપનારા લોકોની પૂછપરછ કરી શકે છે. સફાઈ કામદારો ગટરમાં ઉતર્યા બાદ બન્નેની તબિયત લથડવા લાગી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોએ કામદારોનો પ્રતિ ઉત્તર ના મળતા કંઈક અજુગતું થયું હોવાનું માનીને આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.SSS