સુરતઃ મહિલાના શરીરમાં ચોથી ગોળી હોવાનું માલુમ પડ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Firing-scaled.jpg)
Files Photo
સુરત, સુરત શહેરમાં બનેલી ચકચારી મહિલા પર ફાયરિંગની ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસ જ નહીં પરંતુ ૩૦ વર્ષની ફાયરિંગનો ભોગ બનેલી મહિલાને પણ રવિવારે આશ્ચર્ય થયું હતું, જ્યારે તેની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે માલુમ પડ્યું કે તેના શરીરમાં વધુ એક ગોળી રહેલી છે.
હુમલાનો ભોગ બનેલી મહિલા નંદા મોરેના શરીરમાં ચોથી ગોળી વિશે કોઈ માહિતી નહોતી. અજાણ્યા શખ્સો દ્વારા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે બનેલી ઘટનામાં બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો તેના પર ધડાધડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. નંદા મોરે જ્યારે મન દરવાજા વિસ્તારમાં રોડ પરથી ચાલીને જઈ રહી હતી ત્યારે આ ફાયરિંગની ઘટના બની હતી. શરીરમાંથી જે ચોથી ગોળી મળી છે તે ઘટના ૧૫ દિવસ અગાઉ બની હતી.
અજાણ્યા શખ્સો રોડ પરથી પસાર થઈ રહેલી નંદા પર ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યા હતા, જેમાં તેને શરીરના ડાબા પડખે ગોળીઓ લાગી હતી. જેમાં એક ગોળી ડાબા સાથળ પર અને બીજી બે ગોળીઓ ડાબા હાથ પર વાગી હતી. પરંતુ શનિવારે જ્યારે નંદાનો એક્સ-રે લેવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે.
આ ગોળી તેના જમણા સાથળમાં હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે ૧૫ દિવસ પહેલા બામરોલી રોડ પરથી પસાર થતી હતી ત્યારે પણ ઘાયલ થઈ હતી. સલાબતપુરા પોલીસે જણાવ્યું કે, તેણે (નંદા મોરે) પોલીસને જણાવ્યું કે જાે તાજેતરમાં ઘટના ના બની હોત તો તેને આ અંગે ખ્યાલ જ ના આવ્યો હતો. મેડિકલ તપાસ દરમિયાન એક્સ-રેમાં જાણવા મળ્યું કે શરીરમાં ચોથી ગોળી પણ છે.
પોલીસે જણાવ્યું કે, મહિલાએ દાવો કર્યો છે કે ૧૫ દિવસ પહેલા જ્યારે તે બામરોલી વિસ્તારમાંથી ચાલીને જઈ રહી હતી ત્યારે મોટરસાઈકલ પર આવેલા શખ્સો તેની નજીકથી પસાર થયા હતા. તેમને અવાજ સંભળાયો હતો પરંતુ તેમને લાગ્યું કે આ સાઈલેન્સરનો અવાજ છે.”
નંદા મોરેને લાગ્યું કે તેને પથ્થર વાગ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, “એવી શંકા છે કે જે અજાણ્યા શખ્સો દ્વારા ૧૫ દિવસ અગાઉ મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમના દ્વારા જ તેના પર ફરી હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.”SSS