Western Times News

Gujarati News

સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

સુરત, સુરતમાં રાજસ્થાનથી લકઝરી બસમાં મોટા પાર્સલો અને સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં ૨.૭૮ લાખનો વિદેશી દારૂ લઈને આવતા બસના બે ડ્રાઇવર સહિત ૩ને પુણા પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગુરુવારે બપોરે પકડી પાડયા છે.

પુણા પોલીસે દારૂ, સોડાના ૮ મશીનો, લકઝરી બસ મળી૧૩.૧૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે. સાવરીયા ટ્રાવેલ્સની બસ હતી. પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઇવરને રાજસ્થાનમાં એક વાનના ચાલકે પાર્સલો સુરત મોકલવા માટે આપ્યા હતા અને સુરત પહોંચી વાનના ચાલકે કોલ કરવાનું કહ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા ફરતા ફરતા નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે નિયોલ ચેક પોસ્ટ ખાતેથી સાવરીયા નામની લજરી ટ્રાવેલ્સ બસ નં-૫૯૨૬ માંથી પ્લાસ્ટીકના મીણીયાના પાર્સલોની આડમા તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમીનીયમના કેનમાંથી દારુ નીકળ્યો હતો.

ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનીપુઠાની પેટીઓ નંગ-૬૫ કિ.રૂ-૨.૭૩લાખ તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ-૪૮ કિ.રૂ-૫૭૬૦/- મળી કુલ કિ.રૂ-૨.૭૮ લાખનો ઈંગ્લીશ દારૂ તથા મોબાઈલ નંગ-૦૩ કિ.રૂ-૪૦ હજાર તથા લજરી ટ્રાવેલ્સ બસ કિ.રૂ-૧૦ લાખ તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમિનિયમના કેન નંગ-૦૮ સહિતના મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

દેવીસિંહ ઉર્ફે સોનુસિંહ ગણપતસિંહ રાઠોડ ઉ.વ-૩૫ રહે-વોર્ડ નં-૧૪, પરબતસર, રાજપુત કોલોની, તા-થાના-પરબતસર જી-નાગોર (રાજસ્થાન)તથા ભગવાનસિંહ ઉર્ફે ટીનુ ઓનારસિહ શેખાવત (રાજપૂત) ઉં.વ-૨૩ રહે ગામ-સેવદારા બોલદાસી રોડ, તા-લક્ષ્મણગઢ થાના નેછવા જી-સિક્કર (રાજસ્થાન) પકડાયો હતો.

આ ઉપરાંત પ્રકાશ શિવભગવાન મેઘવાલ ઉ.વ-૨૫ રહે-ગામ-માવા ગણેશપુરા રોડ, તા-ડીડવાના થાના-મૌલાસર જી-નાગૌર (રાજસ્થાન) વોન્ટેડ આરોપી- દારૂનો જથ્થો મોકલનાર – રાજસ્થાનના રાજસમદમા શ્રીબાલાજી હોટેલ શ્ ગેસ્ટહાઉસ પાસે આવેલ સફેદ કલરની મારૂતી ઓમની વાનમાં આવેલ એક અજાણ્યો ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.