સુરતથી અમદાવાદ આવતા તમામ લોકોનો રેપીડ ટેસ્ટ
અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસની ટીમ સાથે આરોગ્યની ટીમોને તૈનાત
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં અનલોક-ર ની વચ્ચે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે અર્થતંત્રને મજબુત કરવા અપાયેલી છુટછાટો દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સ નહી જળવાતા તથા બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સજાર્ઈ રહી છે અમદાવાદ બાદ હવે સુરત શહેર કોરોનાના કેસોનું મુખ્ય હબ બનવા લાગ્યું છે જેના પરિણામે સુરતમાં કેટલાક મુખ્ય બજારો બંધ કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર સુરત શહેરમાં કોરોનાના કેસોના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા ડોર ટુ ડોર સવેર્ સહિતની કામગીરી શરૂ કરાઈ છે અમદાવાદ કરતા પણ સુરતમાં કોરોનાના કેસો વધવા લાગતા ફરી એક વખત લોકો હીજરત કરવા લાગ્યા છે જેના પરિણામે અમદાવાદ મ્યુનિ. કોપોર્.તંત્ર સતર્ક બન્યુ છે અને અમદાવાદમાં પ્રવેશતા તમામ માગોર્ પર સુરતથી આવનાર વ્યક્તિઓનું થર્મલ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજયમાં અનલોક-ર વચ્ચે કોરોનાના કેસો વધતા કેટલાક વહેપારી મહાજનોએ સ્વૈચ્છિક રીતે દુકાનો અને બજારો નિયત સમય કરતા વહેલી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે આ ઉપરાંત સરકારના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયુ છે તેમ છતાં રાજયમાં સુરત શહેરમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે જેના પગલે સમગ્ર રાજયમાં સતર્કતાના પગલા ભરવામાં આવી રહયા છે.
સુરતમાં વધતા જતા કેસો તથા મુખ્ય બજારો બંધ કરી દેવામાં આવતા જ ફરી એક વખત સુરતમાંથી રત્ન કલાકારો તથા અન્ય ઉદ્યોગોમાં જાેડાયેલા શ્રમિકો હીજરત કરવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં કોરોનાનો કહેર વધે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે જેના પગલે રાજયના અન્ય વિસ્તારમાં સ્થાનિક પ્રશાસન તંત્રો એલર્ટ થઈ ગયા છે અને ગઈકાલે દિવસભર કેટલીક રણનીતિ ઘડવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિ. કોપોર્. તંત્ર સામે આક્ષેપો શરૂ થતાં હવે કોપોર્.નું તંત્ર પણ સફાળુ જાગ્યુ છે અમદાવાદ શહેરમાં સુપર સ્પેડરોના ફરી વખત ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ દરમિયાનમાં સુરતમાંથી શરૂ થયેલી હીજરતના પગલે અમદાવાદ મ્યુનિ. કોપોર્. તંત્ર સતર્ક બની ગયું છે.
ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માગોર્ પર પોલીસની ટીમ સાથે આરોગ્યની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે જેમાં અમદાવાદમાં પ્રવેશતા તમામ લોકોની પુછપરછ શરૂ કરાઈ છે અને જે કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપીડ ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે પરંતુ આ આંકડા સામે અને મ્યુનિ. તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠતા આખરે મ્યુનિ. કોપોર્.દ્વારા અગાઉની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે.