સુરતથી પાવાગઢ ટેમ્પોમાં દર્શન માટે જઇ રહેલા યાત્રિકોને અકસ્માત
વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રીજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાઘોડિયા ચોકડીના બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં 11 જેટલા લોકોના મૃત્યુની આશંકા છે.
આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં મૃતદેહો શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં છે. પોલીસ અને પરિવારજનો હોસ્પિટલો ખાતે પહોંચ્યાં છે.
સુરતથી પાવાગઢ ટેમ્પોમાં દર્શન માટે જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો. આ દૂર્ઘટનામાં 2 બાળક, 5 મહિલા અને 3 પુરુષના મૃત્યું થયા છે. જ્યારે અન્ય 17 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
વડોદરા નજીક થયેલા અકસ્માતને લઇને મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ રુપાણીએ અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યાં છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના વ્યક્ત કરી, મૃત્યું પામનારાઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.