સુરતનાં મેયર હેમાલીબેનનાં જન્મદિવસની ઉજવણીમાં સાયકલિંગનું આયોજન
હાંસોટ/કરંજ : સુરત મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી હેમાલીબેનનાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. આજના દિવસે એમનાં દ્વારા ડોક્ટર્સ, એડવોકેટસ, બેન્કર્સ, ટીચર્સ વિગેરે જેવાં જુદા-જુદા વ્યવસાયકાર સાયકલિસ્ટોને આમંત્રણ આપીને સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો, ટીબી મુક્ત સુરત, વધુ વૃક્ષ વાવોનાં સંદેશા સાથે શહેરની એમ.ટી.બી. કોલેજ થી વી.આર. મોલ વાય સર્કલ સુધી 8 કિમીની સાયકલિંગ યોજવામાં આવી હતી. માનનીય મેયરનાં આ આયોજનમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં ધર્મેશ પટેલ સહિત ઓલપાડ સાયકલિંગ ટીમનાં સભ્યોએ ભાગ લઈને શ્રીમતી હેમાલીબેનને તેમનાં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.