સુરતના અઠવા વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાંથી ૯ પોઝિટિવ કેસ
સુરત, રાજ્યમાં ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું છે, ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ૯ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.
આજે સુરતના મેઘ મયુર એપોર્ટમેન્ટમાં એક સાથે ૯ કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. તેમજ પાલિકા દ્વારા તમામ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે એપાર્ટમેન્ટને સીલ કરી, લોકોની અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
તેમજ આખા એપાર્ટમેન્ટને કોરન્ટાઈ કરી બે હોમગાર્ડ પર મુકી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે કોરોના સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે સુરતમાં એક સાથે સામે આવેલા ૯ કેસ ફરી ચિંતા વધારી છે, તંત્ર દ્વારા કોરોનાને લઈને ગાઈડલાઈન પર જાહેર કરી દેવામાં આવી છે.
તેમજ જાહેર સ્થળોએ લોકો ધ્યાન રાખે તથા ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળે તેવો નિર્દેશ પણ આપી દેવામાં આવ્યો છે, તેમજ માસ્ક અને સામાજિક અંતર જાળવવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૯ દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં સતત ૨૦મા દિવસે કોરોનાથી એક પણ મોત થયું નથી. ૨૦ સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા ૮ કેસ નોંધાયા હતા. સૌથી વધુ ૭ કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે ૩ શહેર અને ૨૬ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ ૯૮.૭૬ પર સ્થિર રહ્યો છે.HS