Western Times News

Gujarati News

સુરતના કાપડના વેપારી સાથે રૂપિયા ૩.૫૩ લાખની છેતરપિંડી

ચેતનકુમાર માલવિયા સાથે છેતરપિંડી, મહેન્દ્રસિંહ રાજપુત અને વિક્રમ રાજપુતે ૩૦ દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનુ કહી માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી ભાગી ગયા

આરોપીઓઍ અન્ય કંવરલાલ રાઠી નામના વેપારીને પણ રૂ. ૧.૭૩ લાખમાં નવડાવ્યો હતો.

સુરત,  વરાછા ગ્લોબલ માર્કેટના વેપારી પાસેથી ભાગીદારીમાં વરાછાના જ અવધ ટેક્ષટાઇલ માર્કેટમાં કુર્તીનો વેપાર કરતો પરિચિત વેપારી ૩૦ દિવસમાં પેમેન્ટનો વાયદો કરી રૂપીયા ૩.૫૩ લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઇ ગયો હતો. વેપારીઍ અન્ય વેપારીના પણ રૂ.૧.૭૩ લાખ ચૂકવ્યા ન હોય પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા ­મળતી  વિગતો મુજબ અમરોલી મોટા વરાછા સનસીટી રો હાઉસમાં રહેતા મૂળ અમરેલીના વતની ચેતનકુમાર ગોવિંદભાઇ માલવિયા (ઉ.વ.૩૬) વરાછા ગ્લોબલ માર્કેટમાં છેલ્લા બે વર્ષથી વી.આર.સ્ટુડીયોના નામે ભાગીદારીમાં કાપડનો વેપાર કરે છે. ત્રણ વર્ષ અગાઉ તે રીંગરોડ કાશી માર્કેટમાં દુકાન ધરાવતા હતા.

ત્યારે સામેની દુકાનમાં કાચું કાપડ મેળવી કુર્તી બનાવી હોલસેલમાં વેપાર કરતો મહેંદ્રસિંહ શંભુસિંગ રાજપુત ( રહે. માનવ પેલેસ, સારોલી ગામ) ભાગીદાર વિક્રમ ઉર્ફે વિજયસીંહ ડુંગરસીંહ રાજપુત ( રહે. સીતારામ સોસાયટી, પુણાગામ ) સાથે ગત ફેબ્રુઆરી માસમાં ચેતનકુમારની ગ્લોબલ માર્કેટની દુકાને આવ્યો હતો.

અમે વરાછા ન્યુ બોમ્બે માર્કેટ સામે અવધ ટેક્ષટાઇલ માર્કેટમાં શ્રદ્ધા સબૂરીના નામે કુર્તીનો વેપાર કરીઍ છીઍ અને તેના માટે કાપડની જરૂર રહેતી હોય ૩૦ દિવસમાં પેમેન્ટ આપીશું તેવો વાયદો કરી તેમણે વેપાર શરૂ કર્યો હતો.ચેતનકુમારે ૩ ફેબ્રુઆરીથી ૭ માર્ચ ૨૦૨૦ દરમિયાન તેમને કુલ રૂ.૩,૫૩,૩૬૮ નું કાપડ મોકલ્યું હતું.

જાકે, બંનેઍ સમયસર પેમેન્ટ કરવાને બદલે વાયદા કર્યા હતા. ગત ૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ચેતનકુમાર તેમની દુકાને ગયા તો દુકાન અને તેમના મોબાઇલ ફોન બંધ હતા. આજુબાજુના વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે બંને દુકાન ખાલી કરી ભાગી છૂટ્યા છે. ત્યાં અન્ય ઍક વેપારી કંવરલાલ રાઠી પણ ચેતનકુમારને મળ્યા હતા.

બંનેઍ તેમની પાસેથી પણ રૂ.૧,૭૩,૨૬૧ નું કાપડ ખરીદી પેમેન્ટ કર્યું નહોતું. કુલ રૂ.૫,૨૬,૬૨૯ નું પેમેન્ટ નહીં કરનાર બંને વેપારી સાથે ચેતનકુમારની બાદમાં મોબાઇલ ફોન ઉપર વાત થઇ ત્યારે બંનેઍ પેમેન્ટ ભૂલી જઇ હવે માંગણી કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આથી છેવટે ચેતનકુમારે બંને વિરુદ્ધ ગતરોજ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પીઍસઆઇઍ વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.