6 મીટરની એક સાડીનો ભાવ આશરે ૧૫૦ રૂપિયા, ૧ કરોડ સાડીનો ઓર્ડર સુરતના વેપારીઓને મળ્યો
કોરોનાના કારણે આવેલી મંદી અને ખેડૂતોના આંદોલનના કારણે દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં તેમના ૫ હજાર કરોડ રૂપિયા અટવાયેલા છે.
સુરત: કોરોના મહામારી અને ત્યારબાદ લોકડાઉને દેશના સૌથી મોટા મેન-મેડ ફેબ્રિક હબના કાપડના વેપારીઓેના ઘૂંટણ ટેકવી દીધા છે. દિવાળી સેલ્સ અને લગ્નની સીઝન પણ કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. પરંતુ કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ આખરે ઉદ્યોગમાં થોડી ખુશીઓ લાવી છે.
ઉદ્યોગપતિઓને સાવ સસ્તા ભાવની સાડી (6 મીટરની એક સાડીનો ભાવ આશરે ૧૫૦ રૂપિયા) બનાવવાનો ઓર્ડર મળવાનો શરુ થઈ ગયો છે.
જે જ્યાં મતદાન યોજાવાનું છે તે રાજ્યોની મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે મોટા પ્રમાણમાં વહેંચવામાં આવશે. વેપારીઓ તેમજ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલોને વિવિધ રાજકીય પક્ષો તરફથી સાડીઓના અગાઉથી ઓર્ડર મળવાનું શરુ થઈ ગયું છે અને આ વખતે તેઓ એક કરોડ સાડી મોકલવાની અપેક્ષા રાખે છે.
ઘણી મિલોએ તો સાડીઓ બનાવવાનું શરુ પણ કરી દીધું છે. દક્ષિણ ભારતના માર્કેટમાં સૌથી સસ્તા ભાવની સાડીઓની સપ્લાય કરવા માટે જાણીતા અને સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી નરેન્દ્ર સાબૂએ, જણાવ્યું કે, ચૂંટણીની જાહેરાત હજુ બાકી છે, પરંતુ અમને ૩૦ હજાર સાડીનો ઓર્ડર મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી, રાજકીય પક્ષો ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં સાડીની વહેંચણી કરે છે અને સુરતને તેનો લાભ મળે છે.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે, મોટાભાગના કાપડના વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે, કારણ કે કોરોનાના કારણે આવેલી મંદી અને ખેડૂતોના આંદોલનના કારણે દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં તેમના ૫ હજાર કરોડ રૂપિયા અટવાયેલા છે.
અગાઉ, લાખો સાડીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળા બોક્સ દેશના અલગ-અલગ ભાગમાં મોકલવામાં આવ્યા હતા. બ્લાઉઝ સાથે ૬ મીટરની એક સાડીનો ભાવ ૧૫૦ રૂપિયા હોય છે. મહામારીના કારણે, અમારું પેમેન્ટ અન્ય રાજ્યોમાં ફસાયું છે,
તેથી અમે હવે એડવાન્સ પેમેન્ટ પર જ ઓર્ડર લઈએ છીએ’, તેમ સાડીઓની સપ્લાય કરતાં અન્ય એક વેપારી રજનીશ લીલાએ કહ્યું. સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર અસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું કે, કેટલીક ડાઈંગ અને પ્રિન્ટિંગલ મિલોને ૨ લાખ સાડીઓનું કામ મળ્યું છે. પ્રોસેસિંગ ચાર્જ ૧૦ રુપિયા પ્રતિ મીટરથી ઓછો છે.