સુરતના કાપોદ્રામાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ટોળકી ઝડપાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/auto.jpg)
Files photo
સુરત: સુરત મા રીક્ષા મા પેસેજર બેસાડી પેસેન્જર ની નજર ચૂકવી રોકડ અને મોબાઈલ ફોન ની ચોરી કરનાર ચાર ઇસમ ને કાપોદ્રા પોલીસે ઝડપી પાડયા હતા
સુરત મા ચોર ઈસમો ખુલ્લેઆમ ચોરી ઓ કરતા હોય તેવી ઘટના ઓ રોજ બરોજ સામે આવી રહી છે..ખાસ કરી મુસાફરો ની નજર ચૂકવી તેમના રોકડ અને સમાન ની ચોરી ની ઘટનાઓ વધી રહી છે..તેવામાં કાપોદ્રા પોલીસ પોલીસે આવી એક ગેંગ ને ઝડપી પાડી છેપવાત એક છે
કાપોદ્રા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી રીક્ષા મા ચાર ઈસમો પસાર થઈ રહયા હતા.તેવામાં પોલીસે શંકા ના આધારે આ ઈસમો ની પૂછપરછ કરતા તેઓ મુસાફરો ને રીક્ષા મા બેસાડી અને તેમની નજર ચૂકવી રોકડ તેમજ મોબાઈલ અને અન્ય કિંમતી માલ સમાન ની ચોરી કરતા હોવાનું જણાવ્યું હતુંપઆ ગેંગના આરોપી યુસુફ ઉર્ફે પલવા શેખ,આદિલ ઉર્ફે કલેજા શેખ,ફારૂક રસીદ શેખ,આસિફ ઉર્ફે એકા ગ્યાસ શેખ ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી
સાથે ચોરી મા વપરાતી રીક્ષા પણ પોલીસે કબજે કતી હતી.. આ આરોપીઓ એ સુરત મા કાપોદ્રા પોલીસ મથક ની હદ મા ચોરી કરી હતી સાથે પુણા પોલીસ મથક ની હદ મા અને સચિન પોલીસ મથકની હદ મા ચોરી કરી હતી આમ આ ટોળકી ઝડપાતા ત્રણ પોલીસ મા થયેલી ફરિયાદ ના ગુના ઉકેલાયા હતા આમ કાપોદ્રા પોલીસે રીક્ષા મા બેસાડી ચોરી કરતી ગેંગ ને ઝડપી પાડી તેમની વધુ પૂછપરછ હાથ ધરી હતી