સુરતના કાપોદ્રા વિસ્તારમાં કિશોરીએ શિશુને જન્મ આપ્યા બાદ ફેંકી દીધું
અમદાવાદ: સુરત કાપોદ્રા વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે એક ૧૭ વર્ષીય કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો.કિશોરી કુંવારી હોવાથી સમાજના ડરે નવજાત બાળકને કડકડતી ઠંડીમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને નાખી આવી હતી. બાળકી મળ્યાની જાણ પોલીસને થતાં પોલીસે છ કલાકમાં જ ૧૫ સીસીટીવી જોઈને આરોપી કિશોરીને ઝડપી લેતા તેણે ગુનો કબૂલ કરતાં કિશોરીને જુવેનાઈલ હોમમાં મોકલી દેવાઈ હતી.
જા કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, ઠંડીમાં ઠુંઠવાયેલી માસૂમ બાળકીને તબીબી સારવાર પણ પૂરી પડાઇ હતી. સુરતની કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, સુરતમાં કલ્યાણ કુટીર સોસાયટી-૨ની શેરી નંબર-૧ પાસે શનિવારની સવારે આઠ વાગ્યે ફરસાણના દુકાનદાર ઘનશ્યામ વઘાસીયાએ તાપી નદીના કિનારે ઝાડીઓમાં પ્લાસ્ટીકની કોથળીમાં હલનચલન થતું જોયું હતું. બાદમાં પ્લાસ્ટીકની કોથળી ખોલતા તેમાં નવજાત હોવાનું માલૂમ થયું હતું. જેથી તેણે તરત ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકને સ્મીમેર મોકલી દીધું હતું.હાલ બાળક એનઆઈસીયુ વોર્ડમાં દાખલ છે. બાળક અધૂરા માસે જન્મ્યુ હોવાથી તેનો વજન ખૂબ ઓછુ છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ચેક કર્યાં હતાં. જેમાં એક કિશોરી ઘરમાંથી પ્લાસ્ટીકની થેલી લઈને બહાર નીકળતી દેખાઈ હતી. બાદમાં પરત ફરતી વખતે તેના હાથમાં કોઈ થેલી નહોતી. જેના આધારે પોલીસે સોસાયટીની ૧૭ વર્ષની કિશોરીને ઝડપી લીધી હતી.
પોલીસની પૂછપરછ દરમ્યાન કિશોરીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કિશોરી પોતાની માસીની સાથે રહીને હીરાના કારખાનામાં કામ કરતી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે તેણે રાત્રે બાળકને જન્મ આપ્યો હતામ્. બાદમાં સવારે છ વાગ્યે તે બાળકને થેલીમાં ફેંકી આવી હતી. હાલ પોલીસે કિશોરીને જુવેનાઈલ હોમમાં મોકલી દઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.