સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં મંદી,૩૦ ટકા કામ ઓછું થયું
સુરત, હીરાઉધોગ બાદ હવે ટેક્ષટાઈલ ઉધોગમાં પણ મંદીનો માહોલ જાેવા મળી રહયો છે. છેલ્લાં ૧૦ દિવસથી કામ ૩૦ ટકા જેટલું ઓછું થઈ ગયું છે. કોરોના મહામારીને કારણે છેલ્લાં ર વર્ષથી સુરતના ટેક્ષટાઈલ ઉધોગોને ખૂબ જ માઠી અસર થઈ હતી. દિવાળી દરમ્યાન ટેક્ષટાઈલ ઉધોગમાં તેજીનો ઉછાળો જાેવા મળ્યો હતો.
ત્યારબાદ રમજાન અને લગ્ન સીઝનને કારણે ટેક્ષટાઈલ પ્રોડકટની માંગ વધવાની શકયતા હતી. પરંતુ વેપારીઓની અપેક્ષા પ્રમાણેની વેપાર થયો ન હતો. બીજી તરફ છેલ્લાં ૧૦ દિવસથી ટેક્ષટાઈલ માર્કેટમાં મંદીનું વાતાવરણ જાેવા મળી રહયું છે.
પહેલાં કરતાં કામ ૩૦ ટકા ઓછું થઈ ગયું છે. ફોસ્ટાના ડીરેકટર રંગેનાથ શારડાના જણાવ્યા મુજબ અમને એવું હતું કે, રમજાનની સીઝનમાં સુરતના વેપારીઓને સારા એવા ઓર્ડર મળશે. પરંતુ જાેઈએ તેવા ઓર્ડર મળ્યા નથી. બીજી તરફ લગ્ન સીઝન શરૂ થઈ હતી. તેમાં પણ ખૂબ જ ઓછા ઓર્ડર મળ્યા છે. હાલ ટેક્ષટાઈલ ઉધોગમાં ૩૦ ટકા જેટલું કામ ઓછું થઈ ગયું છે.