સુરતના નામચીન પ્રોપર્ટી દલાલનો ઘરના રસોડામાં ફાસો ખાઈ આપઘાત
ઇન્વેસ્ટરો દ્વારા દબાણ આપવામાં આવતું હોવાની ચર્ચા
સુરત, ભટાર વિસ્તારમાં રહેતા અને શહેરના નામચીન એવા એક પ્રોપર્ટી દલાલ દવારા આજે સવારે પોતાના ઘરના રસોડામાં ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
ખટોદરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ખાતે આવેલ સૂર્ય પ્લાઝામાં રહેતા સુનિલ નંદલાલ અગ્રવાલ (ઉ.વ.51 ) એ આજે સવારે પોતાના ઘરના રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો જયારે આ ઘટના સામે આવી ત્યારે પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ચોંકી ગયા હતા.
ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીમૃતદેહ પોસમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો,વધુમાં એવું જાણવા મળ્યું છે કે મરનાર પ્રોપર્ટી દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા,
ત્યારે કેટલાક ઇન્વેસ્ટરો દ્વારા તેમને પૈસા માટે દબાણ કરવામાં આવતું હોવાની લીધે તેમને આ પગલું ભર્યું હોવાનું ચર્ચા ચાલી હતી જોકે આપઘાત પાછળનું સાચું કારણ શું છે એ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે,પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે.