સુરતના પોશ વિસ્તારમાં સ્પાના નામે ચાલતુ કૂટણખાનું ઝડપાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Spa.jpg)
પ્રતિકાત્મક
સુરત: શહેરના પોસ વિસ્તારમાં એક મોલમાં સ્પાના નામે કૂટણખાનું ચાલતુ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે એક કેસની તપાસ માટે રેડ કરતા સ્પા સેન્ટરમાં સ્પાના બદલે કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે રૂપલલનાઓ સહિત ૧૦ યુવકની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પોસ વિસ્તારમાં આવેલો રાહુલ મોલ જેને લોકો મીની થાઈલેન્ડ તરીકે પણ હવે જાણવા લાગ્યા છે. આ મોલમાં લગભગ ૧૪થી ૧૫ જેટલા સ્પા સેન્ટર આવ્યા છે. અહીં સ્પા સેન્ટરમાં સ્પાના નામે દેહવ્યાપારના ધંધા ચલાવવામાં પણ આવી રહ્યા હોવાનું કેટલીક વખત સામે આવ્યું છે. ત્યારે આજે ફરી એકવાર પોલીસની રેડમાં ૧૩ યુવતીઓ અને ૧૦ યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળની એક યુવતી ગુમ થયાની ફરિયાત પશ્ચિમ બંગાળના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ તે મળી રહી ન હતી. આખરે એક સમાજસેવા એનજીઓએ આ મામલે તપાસ કરતા આ મામલો માનવ તસ્કરીનો હોવાનું સામે આવ્યું હતું. તેમની તપાસમાં લગ્નની લાલચ આપી યુવતીને દેહવ્યાપારમાં ધકેલી દીધી હોવાનું સામે આવ્યું હતું, અને તે સુરત હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે એનજીઓ દ્વારા સુરતની પોલીસની મદદ લેવામાં આવી અને યુવતીને શોધી કાઢવા માટે સ્પા સેન્ટરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ૧૩ રૂપલલનાઓ અને ૧૦ યુવકોની દરપકડ કરવામાં આવી છે.
પોલીસે તમામ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ રાજ મોલ સ્પા સેન્ટર માટે જાણીતો બની ગયો છે. અગાઉ પણ પોલીસની રેડમાં અહીં સ્પાના નામે દેહવ્યાપાર ચલાવવાના કેટલાક કિસ્સા સામે આવી ચુક્યા છે.
ગત મહિને જ સ્પામાં પોલીસે બનાવટી ગ્રાહકોને મોકલી સેક્સ રેકટ ચાલવાની માહિતીના આધારે સુરતની ક્રાઇમ બ્રાંચની એક ટીમે વીઆઈપી રોડ પર આવેલા ૩ જેટલા સ્પામાં દરોડા પાડીને ૯ જેટલી મહિલા સાથે ૧૦ ગ્રાહકોને ઝડપી પાળ્યા હતા. જાેકે, અહીંયા મહિલા પાસે દેહવેપાર કરાવામાં આવતો હોવાનું સામે આવ્યુ હતું. જાેકે, આ ઘટના બાદ ઉંમર પોલીસ પણ જાગી હતી અને સુરતના ડુમસ રોડ પર આવેલા ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં પહેલાં માળે ચાલતા એમ-૬ નામના સ્પામાં રેડ કરી હતી. જેમાં ઉમરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સેકસ રેકેટ પકડી પાડયું હતું.