Western Times News

Gujarati News

સુરતના મેયરના બંગલાનું લાઈટ બિલ ૫૧૮૯૦ રૂપિયા આવ્યુ

સુરત: સુરતના મેયરના બંગલાનું જુલાઈ મહિનાનું અધધધ ઈલેક્ટ્રીક બિલ આવ્યું છે. મેયર હેમાલી બોધાવાલાના સરકારી બંગલાનં ઇલેક્ટ્રિક બિલ ૫૧૮૯૦ રૂપિયા આવ્યું છે. મે મહિનાનું બિલ ૧૨,૧૨૦ રૂપિયા તો અન્ય મહિનાઓનું લાઈટ બિલ ૩૫૬૦ રૂપિયા હતુ. તો અચાનક કેવી રીતે લાઈટ બિલ વધી ગયું તે મોટો સવાલ છે.

મેયર બન્યા બાદ હેમાલી બોધાવાલા ઉધના-મગદલ્લા રોડ પર પાલિકાએ બંધાવેલ મેયરના બંગલામાં શિફ્ટ થયા હતા. મે મહિના અંતમાં તેઓ કુંભ ઘડો મૂક્યા બાદ રહેવા ગયા હતા. તેઓને આ સરકારી આવાસમાં રહીને માત્ર ૩ મહિના થયા છે.

પંરતુ ત્રણ મહિનામાં જ તેઓ ચર્ચામાં આવ્યા છે. મે મહિનામાં તેમનુ પ્રથમ ઈલેકટ્રીક બિલ માત્ર રૂપિયા ૧૨,૧૨૦ આવ્યુ હતું. તો બીજા બે બિલ ૩૫૬૦-૩૫૬૦ના આવ્યા હતાં. ત્યાર બાદ મેયરના બંગલાનો વપરાશ શરૂ થઈ ગયો હતો. ૩ જુલાઈએ આવેલા લાઈટ બિલમાં ૫૧૮૯૦ રૂપિયા બિલ આવ્યું છે.

પ્રથમ બિલ મેયરના રહેવા ગયા બાદ આવતાં ઝોને પણ આ બિલ ભરવા માટે અને તે સહિતના યુટિલિટી ખર્ચાની સત્તા સ્થાયી સમિતિ સમક્ષ માંગતાં તો બીજી તરફ, ગેસ કનેક્શનના રૂપિયા ૯૩૯૪ અને રૂપિયા ૫૮૫૪ બિલ ભરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મેયરનો બંગલો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

બંગલાની કામગીરી ૪ વર્ષે પૂર્ણ થઈ હતી. આ બંગલોમાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટસ, વેઈટિંગ એરિયા, ઓફિસ, ગેસ્ટ રૂમ, ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઈનિંગ રૂમ, મેડીટેશન રૂમ, માસ્ટર બેડ રૂમ, કિચન, સ્ટોર રૂમ, યુટિલિટી રૂમ, ફેમિલી ડાઇનિંગ, ફેમિલી શીટિંગ, પૂજા રૂમ, કોર્ટયાર્ડ જેવી અનેક સુવિધાઓ છે. સુરતના મેયર માટે બનાવાયેલા આ આલિશાન મહેલ મામલે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.