Western Times News

Gujarati News

સુરતના લિંબાયત વિસ્તારમાં મધરાત્રે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી

સુરત: હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અન્યના ઝઘડામા વચ્ચે પડેલા યુવાનને સમજાવવા જતા તેના જ મિત્ર સાથે બોલાચાલી થઇ હતી અને બાદમા વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી.

જેમા એક મિત્રએ બીજા મિત્ર પણ કાચની બોટલથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે કાંતિનગર ખાતે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતો મુસ્તાક નામનો યુવાન તેના ઘર પાસે બેઠેલો હતો તે સમયે તેનો અન્ય એક મિત્ર આવ્યો હતો. બંને મિત્રો વચ્ચે કોઇ સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને હુમલો કરાયો હતો. જેમાં ઘટના સ્થળે જે યુવકનું મોત થયું હતું.

આ વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હત્યા થઈ ત્યાં જ જુગારધામ ચાલતુ હતું. એટલું જ નહીં પણ રાત્રે ૧૦ વાગ્યા પછી કર્ફ્‌યૂ હોવા છતાં અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાની બાબતથી પોલીસ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે. મુસ્તગીનના પરિવારે કહ્યું હતું કે અકસ્માત બાદ મુસ્તગીન કોઈ કામ કરતો ન હતો. કોઈની સાથે ઝગડો ન હતો.

હત્યારો ઇલયાસ એનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. હવે બસ ન્યાય મળે, અમે તો પુત્ર ગુમાવ્યો છે.
મિત્રને ગાળાગાળી કરતા જાેતા મુસ્તગીન ત્યાં ગયો હતો અને મિલુને ગાળાગાળી ન કરતા તથા બંને વચ્ચે ના ઝઘડામા ન પડવા માટે કહ્યુ હતુ. મિત્ર મુસ્તગીનની આ વાત સાંભળતા જ મિલુને ગુસ્સો આવ્યો હતો. મિલુએ મુસ્તગીન સાથે ગાળાગાળી કરી હતી.

બાદમા આ ગાળાગાળી મારામારી સુધી પહોંચી ગઇ હતી. જ્યા ગુસ્સે ભરાયેલા મિલુએ કાચની બોટલ તોડી તેના કાચ વડે મુસ્તગીન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ મિલુ ત્યાંથી સભાગી છૂટ્યો હતો. બાદમા સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત હાલતમા મુસ્તગીનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડ્યો હતો. જ્યા સારવાર દરમિયાન મુસ્તગીનનુ કરુણ મોત નિપજયુ હતુ. બીજી તરફર લીંબાયત પોલીસે મિલુ વિરુધ્ધ હત્યાનો ગુનોનોંધી તેની અટકાયત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.