સુરતના વેપારીએ પોતાના બે માસના પુત્ર માટે ખરીદી ચાંદ પર જમીન
સુરત: દરેક માતા પિતાનું સપનું હોય કે પોતાના બાળકને કંઇક એવું આપે કે તે વર્ષોના કામ લાગે. સુરતના વેપારી વિપુલ કથિરિયા નામના વેપારીએ પોતાના બે માસના દીકરા નિત્ય માટે તેમણે ભેટમાં આપવા માટે જમીન લીધી છે, પાછી જેવી તેવી જ્યાએ નહીં પરંતુ ચાંદ પર લીધી છે. સુરતના વિપુલભાઇ ચાંદ પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે. ત્યારે હાલ આખા પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે.
તારીખ ૧૩મીના રોજ ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિપુલભાઇએ ચાંદ પર એક એકર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જાેકે, આ અરજી કંપનીએ મંજુર કરી તમામ લીગલ પરોસેસોગ કરીને આ સુરત ના વિપુલ કથિરીયાને મંજૂરીનો ઇમેલ કરી તમામ કાગળો મોકલી આપ્યા છે. જાેકે, બાકીના કાગળો કુરિયર દ્વારા આગામી ૫ દિવસ મળી જશે.
વિપુલભાઇ મૂળ સૌરાષ્ટ અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી તરીકે કાચના વેપાર સાથે જાેડાયેલા છે. વિપુલ કથીરિયાના પરિવારમાં બે મહિના પહેલા નિત્ય નામના બાળકનો જન્મ થયો. જાેકે પિતાને બાળકને એવી ભેટ આપવી હતી કે, તે વર્ષો સુધી ચાલે તેથી તેમણે ચાંદની જમીન માટે પ્રોસેસ તૈયાર કરતા હતા અને હવે તેમની અરજી મંજૂર થઇ ગઇ છે.
જમીનના થોડા પેપર્સ ઇમેઅલ દ્વારા આવ્યા છે જ્યારે કેટલાક હવે કુરિયરમાં આવશે હાલ પરિવાારમાં ખુશીનો માહોલછે. જ્યારે આ વા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતમાંથી ચાંદ પર જમીન ખરીદી કરનાર આ પહેલા વેપારી છે આ સાથે સાથે પોતાના બાળકના નામે રજીસ્ટર કરેલી આ જમીન કદાચ દુનિયાના સૌથી નાના ઉંમરના બાળકના નામે રજીસ્ટર થયાનો રેકોડ પણ બન્યો છે. જાેકે આ પરીવારમાં હાલતો ખુશીનો માહોલ છે. ત્યારે આગામી દિવસમાં કંપની તરફથી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.