સુરતની રઘુવીર કાપડ માર્કેટમાં ભીષણ આગ
૭૦ ટકા કાપડની દુકાનોમાંઆવેલું કાપડ સળગી ગયુઃ કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સુરત તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં લાગેલ આગ દુર્ઘટનામાંં ર૩ થી વધુ બાળકો મૃત્યુ પામ્યા હતા. એ બાદ સુરતમાં અવારનવાર નાની -મોટી આગની ઘટનાઓ બનતી જ રહી છે. આજે સવારે સુરતમાં પૂર્ણા-સારોલી રોડ ઉપર આવેલી રઘુવીર રીલીયમ માર્કેટ જ્યાં ૭૦ ટકા કાપડની દેકાનો આવેલી છે. ત્યાં બીજી વખત માત્ર ૧૪-૧પ દિવસમાં આગની ઘટના બની હોવાનું જાણવા મળે છે.
વેન્ટીલેશનના અભાવેઆગ ખુબજ વિકરાર બની હતી. સદ્દભાગ્યે કોઈપણ જાનહાનિના સમાચાર પ્રાપ્ત્ થયેલ નથી. પરંતુ લાગેલી આગને કારણે આશરે કરોડો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવે છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોેરશનની ૭૦ ફાયર ગાડીઓ, બાગ ખાતાનું પાણીનું ટેન્કર તથા ખાનગી ફાયર-ફાઈટરો આગ બુઝાવવા કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત ર બ્રાઉઝર, તથા ૩ હાઈડ્રોલીક પ્લેટફોર્મ સાથેની ગાડીઓ પણ કાર્યરત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એલીવેશનના અભાવે આગ બુઝાવવા ભારે જહેમત પડી રહી છે.
આ બિલ્ડીંગમાં ઉપરના ભાગમાં બધાયેલા ફલોર ગેરકાયદેસર હોવાનું જાણવા મળે છે. જાવણા મળે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ માટે નોટીસ પણ પાઠવી હતી. પરતુ પાછળથી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. શહેરમાં ગેરકાયદેસર બાંધકામો વધી રહ્યા છે. મોટા મોટા કોમ્પ્લેક્ષોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ, અને તંત્રની શીથિલતા, હજુ કેટલાના ભોગ લેશે? જા આ આગ, ઓફિસ ટાઈમે લાગી હોત તો ઘણાની જાન જાત. તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.
વેન્ટીલેશનના અભાવે આગ ખુબ જ ઝડપથી પ્રસરી જવા પામી હતી. અને ધુમાડાના ગોટેગોટા દુર સુધી જાવા મળતા હતા. આ લખાય છે ત્યારે પણ કોમ્પ્લેક્ષમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાય છે. ૭ કલાકથી પાણીનો મારો ચલાવવા છતાં પણ હજુ આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક કારણોમાં આગ શોર્ટ સર્કીટને કારણે લાગી હોવાનું કહેવાય છે. ઘટનાના સ્થળે મ્યુનિસિપલ કામિશ્નર ઉચ્ચ અધિકારીઓ તથા ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પહોંચી તપાસ શરૂ કરી. વિકરાળ આગના સમાચાર જાણી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ભેગા થયેલ જાવા મળે છે.
આ કોમ્પ્લેક્ષના પ૦૦થી વધુ દુકાનો આવેલ છે જેમાં ૭૦ ટકા દુકાનો કાપડની જ છે. આગ એટલી ભીષણ તથા વિકરાળ છે કે સુરત કોર્પોરેશનના ફાયરબ્રિગેડના બધા અધિકારીઓ તથા ફાયરમેનો સ્થળ પર હાજર રહી પાણીનો સતત મારો ચલાવી રહ્યા છે. ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરના મત અનુસાર આગ કાબુમાં આવતા હજુ ર૪ કલાક લાગશે. મેજર કોલ જાહેર કરાયો છે. ભીષણ આગ બુઝાવવાની કામગીરી હજ ુ ચાલુ જ છે. તેને કારણે કટોદરા- સુરત કોસ્ટલ હાઈવેને બંધ કરાયો હોવાનું જાણવા મળે છે.