Western Times News

Gujarati News

સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં સરકારની બેદરકારી જવાબદાર

સુરત, દોઢ વર્ષ પહેલા 24-મે-૨૦૧૯માં સુરતમાં બનેલી ગમખ્વાર આગની દુર્ઘટનામાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય માનવતા અધિકાર પંચએ સોમવારે રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી આ દુર્ઘટનામાં મૃતકોના સંબંધીઓને શું અને કેટલું વળતર આપવામાં આવ્યું છે તે અંગે રિપોર્ટ માગ્યો હતો.

https://westerntimesnews.in/news/39960

જે બાદ એનએચઆરસીએ પોતાના અહેવાલમાં દુર્ઘટના માટે સરકાર અને અધિકારીઓની બેદરકારીને મુખ્ય કારણ તરીકે જવાબદાર ઠેરવ્યું હતું. આ ઘટનાની લઈને આરટીઆઈ કાર્યકર્તા સંજય ઇઝાવાએ એનએચઆરસીમાં અનેક ફરિયાદો કરી હતી. ઇઝાવાએ ૨૦૧૯માં ૨૮ મેના રોજ ફરિયાદ દાખલ કરી હતી.

જેમાં તેમણે ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી. જેના આધારે પંચે ગુજરાત સરકાર, સુરત જિલ્લા કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસ કમિશનર પાસેથી જવાબ માગ્યા હતા અને તપાસ અહેવાલની માગણી કરી હતી. પંચને આપવામાં આવેલા જવાબો અને તપાસ અહેવાલના આધારે પંચે દુર્ઘટના માટે સરકાર અને તેના અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

એનએચઆરસી દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરીને લખવામાં આવેલ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અહેવાલ મુજબ દુર્ઘટના માટે રાજ્ય સરકારના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે. અને પોતાના કર્મચારીઓની બેદરકારી માટે રાજ્ય સરકાર પણ સરખા ભાગે જવાબદાર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.