સુરતની દુકાનમાંથી ૬૧.૨૩ લાખની ડુપ્લિકેટ ઘડિયાળો ઝડપાઈ
સુરત: સુરતની મહિધરપુરા પોલીસે ગત ૧૨મી ડીસેમ્બરનાં રોજ ભાગળની એક દુકાનમાં દરોડા પાડી અને ડુપ્લીકેટ ઘડિયાળનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘડિયાળની કિંમત અધધ ૩૧.૨૩ લાખ રૂપિયા થાય છે. આમ ઓરિજિનલના નામે સુરતીઓને ડુપ્લીકેટ પધરાવનાર સુરતના ઠગ વેપારીની પોલ ખુલી જતા મહિધરપુરા પોલીસે દરોડા પાડ્યા હતા.
ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં સ્થાનિક મહિધરપુરા પોલીસે છાપો મારી રૂ.૬૧.૨૩ લાખની કિંતમની અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ ઘડીયાળ નંગ- ૨૦૭૫ સાથે માલીકની ધરપકડ કરી હતી.
જાે કે સુરતમાં મહિધરપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. નકલી રિસ્ટ વોચની દુકાન પર દરોડા પાડી સ્ટોકમાં ગોલમાલ કર્યો હોવાના આક્ષેપ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. ૬૧ લાખની નકલી વોચ ઝડપી દુકાનમાં પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાનો દુકાનદારે આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાેકે, બાજુમાં લાગેલા સીસીટીવીએ પોલીસની હાજરીનો પુરાવો દેખાય રહ્યો હોવાની પોલ ખોલી છે.
ઉપરાંત કેટલીક વોચ પણ ગાયબ થઈ હોવાનું અને મામલો દબાવા માટે રેડ કરનારા પોલીસ કર્મચારીઓએ જ ગાયબ કરી રૂ. ૮.૫૦ લાખનો તોડ કર્યો હોવાનો દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યો છે. દુકાનદાર ઇરફાન મેમણએ જણાવ્યું હતું કે, ગત ૧૨ ડિસેમ્બરે રેડ પાડી હતી. રેડમાં દુકાનમાંથી મહિધરપુરા પોલીસે રૂપિયા ૬૧ લાખની નકલી રિસ્ટ વોચ કબજે લીધી હતી.
આ પ્રકરણમાં પોલીસે મુદ્દામાલમાં ગોલમાલ કરી એક મોટી રકમનો દાવ કર્યો છે. જેને લઈ ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરાતા એસીપીને ઇન્કવાયરી સોંપાઇ છે.
એસીપીએ આક્ષેપોને પગલે તપાસ શરૂ કરી છે. બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોનું ડુપ્લિકેશન કરી વેચવાનો વેપલો ચાલતો હોવાની બાતમી બાદ પોલીસે રેડ કરી વિવિધ બ્રાન્ડેડ કંપનીની રૂપિયા ૬૧.૨૩ લાખની ૨૦૭૫ નંગ નકલી રિસ્ટ વોચ કબજે લીધી હતી.
સાથોસાથ દુકાન માલિક ઇરફાન નૂરમોહમંદ મેમણની ધરપકડ કરી હતી. પણ અહી ચોંકાવનારી વાત એ છે કે, માત્ર ૨૦ મિનિટમાં જ રેડ પૂરી થઈ ગઈ હતી અને કોઈ સ્થળનું પંચનામું કરવામાં આવ્યું ન હતું એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.
મહિધરપુરા પોલીસ સામે સંગીન આક્ષેપો કરાયા છે. પોલીસે દુકાનમાંથી કબ્જે લીધેલો સ્ટોક ઓન પેપર ઓછો બતાવાયો છે અને ઇરફાન સહિત અન્યને છોડવા માટે રૂ. ૮.૫૦ લાખ પડાવી લીધા છે એવો ગંભીર આરોપ મહિધરપુરા પોલીસ પર કરવામાં આવ્યો છે.
વિવાદિત પોલીસ કર્મી સહિતના પોલીસ કર્મીઓએ સ્ટોકમાં ગોલમાલ કરી હોવાની અને મોટી રકમ દુકાનદાર પાસે પડાવી હોવાની દુકાનદારનો આક્ષેપ થતા એસીપી સુધી મામલો ગયો છે. જાે કે આ આક્ષેપનાં પગલે જાેઇન્ટ પોલીસ કમિશનર પી.એલ. મલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હવે આગામીદિવસોમાં આ મામલે ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.