સુરતની પાંડેસરા નજીક મિલમાં ભીષણ આગ
સુરતઃ સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથક નજીક આવેલી એક મિલમાં વહેલી સવારે આગ લાગી છે. આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ૧૮ જટેલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચ ગઇ છે. જો કે, આ આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ ભીષણ આગ લાગવાના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ત્યારે આ ઘટનાની જાણ થતા ૧૮ જેટલી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ભીષણ આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવામાં આવી છે.
જો કે, સદનસીબે આ આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ આગલને કારણે મોટી સખ્યામાં લોકો એકત્રીત થઇ ગયા હતા. જો કે, હાલ આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ત્યારે આ મિલામાં ફાયર ફાઇટરના સાધનો હતા કે નહીં તે પણ જોવાનું રહ્યું છે.