સુરતની સ્કૂલોમાં ૧૫ વિદ્યાર્થી અને ૫ શિક્ષકો કોરોના પોઝિટિવ
સુરત: રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં એક જ દિવસમાં કુલ ૧૬૧ કેસ નોંધાયા છે. જેમાં અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જાે કે, હાલ ૧૩૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
સુરતમાં કોરોના કેસમાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં શાળાઓ સુધી કોરોના પહોંચી જતા શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કોરોનાનો ફફડાટ જાેવા મળી રહ્યો છે. સુરમાં ૧૫ વિદ્યાર્થી અને ૫ શિક્ષકો કોરોના પોઝિટવ આવ્યા છે.
સુરતના સેન્ટ્રલ ઝોનમાં ૨ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. રાંદેર ઝોનમાં ૧ વિદ્યાર્થી અને ૧ શિક્ષક પોઝિટિવ આવ્યા છે. વરાછા એમાં ૨ વિદ્યાર્થી અને ૩ શિક્ષક , અઠવામાં ૧ શિક્ષક અને ૧ વિદ્યાર્થી, લિંબાયતમાં ૩ અને કતારગામમાં ૪ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.